ધોનીના નિવેદનથી મુદગલ સમિતિ અસહમત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઘોની અને ગુરુનાથ મયપ્પાનની ફાઇલ તસવીર)

નવી દિલ્હી:ગુરુનાથ મયપ્પાનને ચેન્નાઇ સુપર કિંગ્સના સમર્થક તથા માત્ર ‘ક્રિકેટના શોખિન’ તરીકે વર્ણવનાર ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોનીના નિવેદનથી વિરોધાભાસી અભિપ્રાય જસ્ટિસ મુદ્ગગલ સમિતિએ આઇપીએલ સટ્ટાબાજી તથા મેચફિક્સિંગ અંગેના પોતાના તપાસ રિપોર્ટમાં વ્યક્ત કર્યો છે.

તપાસકર્તાઓએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મયપ્પન ચેન્નાઇ ટીમનો અધિકારી હતો. સમિતિ સમક્ષ હાજર થઇ ચૂકેલા ધોનીએ જુબાનીમાં જણાવ્યું હતું કે શ્રીનિવાસનના જમાઇ મયપ્પન ચેન્નાઇ ટીમનો અધિકારી નહોતો.

મુદગલ સમિતિએ પોતાના છેલ્લા અહેવાલમાં જણાવ્યું છે કે મયપ્પન પોતાની હોટેલના રૂમમાં ‘બીજા વ્યક્તિ’ને મળ્યો હતો તેનાથી સાબિત થાય છે કે પ્રથમ વ્યક્તિ (ગુરુનાથ મયપ્પન) બીજા વ્યક્તિ સાથે નજીકના સંપર્કમાં હતો.