• Gujarati News
  • Dhawal Kulkarni In India ODI Squad Against West Indies Ishant Sharam Dropped 2013

વનડે ટીમમાંથી ઈશાંત-વિનયની હકાલપટ્ટી, ધવલ કુલકર્ણીને તક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંગાળ ફોર્મમાં રહેલા ઝડપી બોલર ઈશાંત શર્મા તથા વિનયકુમારની વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ત્રણ વન-ડે મેચ માટેની ભારતીય ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે. ભારતના ૧૫ સભ્યની ટીમમાં આ બંને ખેલાડીઓના સ્થાને નવોદિત ધવલ કુલકર્ણી તથા હરિયાણાના ઝડપી બોલર મોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય પસંદગીકારોએ ઈશાંતના ફોર્મમાં પરત ફરવા અંગે ઘણી ધીરજ રાખી હતી જે આખરે ખૂટી ગઇ હતી અને તેની ટીમમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. મોહિત તથા ધવલની પસંદગી કરવા ઉપરાંત પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી ૩-૨થી જીતનાર ભારતીય ટીમના અન્ય ખેલાડીઓને યથાવત રાખ્યા છે.
બીસીસીઆઇના સેક્રેટરી સંજય પટેલે પસંદગી સમિતિની બેઠક બાદ જણાવ્યું હતું કે ટીમમાં સાત બેટ્સમેનો છે જેમાં સુકાની ધોની, શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, યુવરાજસિંઘ, સુરેશ રૈના તથા અંબાતી રાયડુનો સમાવેશ થાય છે.