તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Paralympics: ભારતની દીપાએ શોટપુટમાં જીત્યો સિલ્વર, બાળપણથી છે લકવાગ્રસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિયોઃ ભારતની દીપા મલિકે બ્રાઝિલના રિયોમાં ચાલી રહેલા પેરાઓલિમ્પિકની મહિલાઓના શોટપુટ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. દીપાના શરીરનો નીચલો ભાગ સુન્ન પડેલો છે.
કોણ છે દીપા...

- દીપા મલિકનો જન્મ 30 સપ્ટેમ્બર 1970ના હરિયાણાના સોનીપત જીલ્લામાં થયો હતો. 6 વર્ષની વયે જ તેના શરીરને લકવો મારી જતા શરીરનો આખો નીચલો ભાગ સુન્ન પડી ગયો છે.
- આ બીમારીના પ્રારંભમાં તેણે પગમાં કમજોરીની ફરિયાદ કરી હતી અને જે પછી આગળ જતા પગમાં સ્પાઈનલ કોર્ડ ટ્યૂમર હોવાની જાણ થઈ હતી.
- તે પછી દીપાનું ઓપરેશન થયું, પરંતુ 1999માં ફરી તકલીફ થતા બીજું ઓપરેશન કરવું પડ્યું. તે પછી ત્રીજી સર્જરી થઈ અને તેની સ્પાઈનલ કોર્ડ ડેમેજ થઈ ગઈ. હવે તે વ્હીલચેરના સહારે જીવન વિતાવી રહી છે. જોકે તેમછતાં તે શોટપુટની શ્રેષ્ઠ ખેલાડી છે.
4 વાર લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું

- સ્પોર્ટ્સમાં શાનદાર દેખાવને કારણે દીપાનું નામ 4 વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. પ્રથમવાર દીપાએ યમુના નદીમાં 1 કિ.મી.નું અંતર ઉંધી દિશામાં કાપ્યું ત્યારે લિમ્કા બુકમાં સ્થાન મળ્યું હતું.
- બીજીવારમાં 58 કિ.મી. વિશેષ રીતે બાઈક રાઈડિંગ કરવા, ત્રીજી વખત પેન ઈન્ડિયા ડ્રાઈવિંગની લાંબી યાત્રા (3278 કિ.મી.) માટે અને ચોથી વાર લદ્દાખમાં સ્થિત વિશ્વના સૌથી ઉંચા રોડ પર ડ્રાઈવ કરવાને કારણે લિમ્કા બુકમાં સ્થાન મળ્યું હતું.
દીપાનું સ્પોર્ટ્સ કરિઅર...

- દીપાએ અત્યારસુધી 54 નેશનલ ગોલ્ડ અને 13 ઈન્ટરનેશનલ મેડલ જીત્યા છે.
- જેવલિન થ્રો, સ્વિમિંગ અને શોટ-પુટ જેવી રમતોમાં શાનદાર દેખાવ કર્યો હતો.
- દીપાને અર્જુન એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો