તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટ પાવરલિફ્ટિંગ એસો.માં નિધન પામેલા હોદ્દેદાર હજુ પણ સમિતિમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : રમતગમતોમાં ખેલાડીઓની પસંદગીમાં તો કાવાદાવા થાય છે પરંતુ એસોસિયેશનના હોદ્દેદારો માટે જે રાજકારણ રમાય છે તેનાથી ખેલાડીઓને જ નુકશાન થાય છે. આ બાબતમાં ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ એસોસિયેશન પણ બાકાત રહેતું નથી. નોંધનીય છે કે એસોશિયેશનની ચૂંટણી પણ કેટલાક વર્ષથી થઇ નથી અને ઘણા સમયથી હોદ્દેદારો, ટૂર્નામેન્ટના આયોજનનો ખર્ચ કે અન્ય બાબતોનું ઓડિટ નહીં થવા ઉપરાંત રાજ્ય સરકારમાં પણ કોઇ વિગતો આપવામાં આવી નથી. એસોસિયેશનને રિન્યૂ પણ કરાવવામાં આ‌વ્યું નથી તેવો ઘટસ્ફોટ થવા પામ્યો છે.

ટૂનાર્મેન્ટના આયોજન તથા પરિણામોની યાદી ગુજરાત રાજ્યના રમત વિભાગને સોંપાતી નથી, એસો.ના ખર્ચાનું ઓડિટ પણ કરાતું નથી

જાહેર ટ્રસ્ટ નોંધણી કચેરી તરફથી આઠમી જૂન, 2015ના રોજ મળેલી માહિતી મુજબ ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિયેશન રિન્યૂ થયું નહોતું. વિવાદાસ્પદ બાબત એ છે કે ઉપરોક્ત માહિતી મળ્યાના થોડા સમય પછી એસોસિયેશનની પહેલી એપ્રિલથી 2015થી 31મી માર્ચ 2017 સુધી રજીસ્ટર્ડ કરવામાં આ‌વ્યું છે તેવું કચેરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેની ઉપર 13મી મે, 2015 તારીખ પણ નાખવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષથી એસો.માં ચૂંટણી જ થઈ નથી

ઇલેક્શન નહીં કરવાની મનમાનીના કારણે 2012ના ફેબ્રુઆરીમાં નિધન પામેલા સ્વર્ગસ્થ આઇજી પટેલ હાલના તબક્કે પણ મંત્રીના હોદ્દા પર યથાવત છે. આ ઉપરાંત એસોસિયેશનના પ્રમુખ તરીકે અન્ય વ્યક્તિનું નામ ચાલુ છે. વર્તમાન પ્રમુખે આ બાબતોમાં કોઇ ફેરફાર કરવાની તસદી પણ લીધી નથી.

એવોર્ડમાં પણ લાગવગ, સરકાર કાર્યવાહી કરશે

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ રમત પુરસ્કાર માટે પણ વેઇટ તથા પાવરલિફ્ટિંગ એસોસિયેશનમાં કૌભાંડ ચાલે છે. પોતાના માનીતા ખેલાડીઓને વિવિધ ટૂર્નામેન્ટમાં લઇ જવામાં આવે છે અને ત્યારબાદ તેમની એવોર્ડ માટે ભલામણ પણ કરવામાં આવે છે. છેલ્લી માહિતી અનુસાર વેઇટલિફ્ટિંગના ખેલાડીઓને રજૂ કરેલા ખોટા સર્ટિફિકેટના આધારે કેટલાકના એવોર્ડ પાછા ખેંચવાની પણ સરકાર દ્વારા હિલચાલ થઇ રહી છે.
એસોસિયેશન બરતરફ થવું જોઇએ

રમત એસોસિયેશનને માન્યતા આપવાના નિયમ-14 મુજબ સતત બે વર્ષ સુધી ખર્ચની વિગતવાર આંકડાકીય માહિતી આપવાની હોય છે અને જો ના મોકલવામાં આવે તો તેની માન્યતા આપોઆપ રદ થયેલી ગણવામાં આવે છે. ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ એસોસિયેશન દ્વારા યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગને કોઇ પણ પ્રકારની માહિતી પૂરી પાડી નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો