તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના, આફ્રિકાના બન્ને બેટ્સમેન થયા ભેગા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાઇ હતી. આ દરમિયાન એક ફની ઘટના બની હતી. દક્ષિણ આફ્રિકાના બન્ને બેટ્સમેન એક તરફ આવી ગયા હતા જેને કારણે ડેવિડ મિલ્લર રન આઉટ થયો હતો.
 
જાણો કઇ રીતે બની ઘટના
 
- દક્ષિણ આફ્રિકાની 5 વિકેટ પડી ગઇ હતી. આફ્રિકાનો સ્કોર 142 રન હતો ત્યારે ડુપ્લેસિસે અશ્વિનના બોલ પર કટ રમવાનો પ્રયાસ કર્યો હતો અને રન લેવા માટે દોડી પડ્યો હતો પરંતુ નોન સ્ટ્રાઇક એન્ડ પર ઉભેલા મિલ્લરે જોયુ કે બોલ બુમરાહ પાસે ઝડપથી જઇ રહી છે અને તે રન લેવા માટે કન્ફ્યૂઝ હતો.
- ત્યાર સુધી ડુ પ્લેસિસ ઘણો આગળ નીકળી ગયો હતો અને મિલ્લર પણ રિસ્ક લઇ રન લેવા માટે દોડી પડ્યો હતો.
- મિલ્લરને કન્ફ્યૂઝ જોઇ ડુ પ્લેસિસ પરત ફરી ગયો હતો પરંતુ મિલ્લર પણ ત્યારે બીજા છેડે પ્લેસિસ પાસે પહોચી ગયો હતો.
- આ દરમિયાન જસપ્રિત બુમરાહે વિરાટ કોહલી પાસે બોલ ફેકી મિલ્લરને 1 રને રન આઉટ કર્યો હતો.
- મહત્વપૂર્ણ છે કે ક્રિકેટમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...