• Gujarati News
  • David Miller Big Threat For Rajasthan Royals Against Kings Xi Punjab IPL 2013

રાજસ્થાન વિ. પંજાબ: દ્રવિડ સામે મિલર બનશે પડકાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે ફરી મિલર વિ. રોયલ્સ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર જેવી શક્તિશાળી ખેલાડીઓથી સજ્જ ટીમને હરાવ્યા બાદ કિંગ્સ ઈલેવન પંજાબનો મુકાબલો ગુરુવારે રાજસ્થાન રોયલ્સ સામે થશે. પીસીએ મોહાલીમાં રમાનારી આ મેચમાં પણ બધાની નજર ૨૩ વર્ષીય ડેવિડ મિલર પર રહેશે.

મિલરે બેંગલોર સામે ૩૮ બોલમાં સદી બનાવીને લોકોને રોમાંચિત કર્યા હતા. કિંગ્સ ઈલેવન માટે આ મેચ જીતવાનો પડકાર હશે. જો તેણે એલિમિનેશન રાઉન્ડમાં જવું હશે તો રાજસ્થાન રોયલ્સ સામેની મેચ જીતવી જ પડશે. એમ તો તેણે હવે બાકીની બધી મેચો જીતવી પડે એમ છે.