તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPLમાં કરોડોમાં વેચાયો હતો આ ક્રિકેટર, ખાસ કારણને લીધે ભારત નહોતું આવવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના ફેમસ ક્રિકેટર રહેનાર ડેવિડ હસ્સી આજે પોતાનો 41મો જન્મદિવસ (15 જુલાઈ 1977) સેલિબ્રેટ કરી રહ્યો છે. તે ફેમસ ક્રિકેટર અને ‘મિસ્ટર ક્રિકેટ’ના નામે જાણીતા માઈકલ હસ્સીનો નાનો ભાઈ છે. ડેવિડ હસ્સીએ મોટા ભાઈથી અલગ ઓળખ ટી-20 સ્પેશિયાલિસ્ટ તરીકે બનાવી હતી. આ જ કારણે તેને વિશ્વભરની ટી-20 લીગમાં રમવાની તકો મળી. 
 
આઈપીએલમાં મળ્યા હતા કરોડો રૂપિયા...

- ટી-20 માં સ્પેશિયાલિસ્ટ હોવાને કારણે આઈપીએલના પ્રથમ સીઝનમાં કેકેઆરની ટીમે 4 કરોડમાં ડેવિડ હસ્સીને ખરીદ્યો હતો. 
- આટલી રકમ ડેવિડના મોટાભાઈ માઈક હસ્સી અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પોન્ટિંગને પણ નહોતી મળી.
- આઈપીએલ-4માં(2012) ડેવિડ બીજા ક્રમનો સૌથી મોંઘો વિદેશી ક્રિકેટર હતો. તે સમયે પંજાબની ટીમે તેને 9 કરોડમાં ખરીદ્યો હતો.
 
આ કારણે ભારત નહોતો આવવા માગતો હસ્સી

- કેકેઆર, પંજાબ અને સીએસકે તરફથી રમનારો ડેવિડ હસ્સી આઈપીએલમાં રમવા અંગે કન્ફયૂઝ હતો.
- ડેવિડે આ અંગે જણાવ્યું હતું કે,‘આઈપીએલ હરાજીમાં કેમરુન વાઈટને 5 લાખ ડોલર મળતા જ તે સેલિબ્રેટ કરવા લાગ્યો હતો અને કહેતો હતો કે- આટલી રકમની બોટ, લક્ઝરી કાર કે એવુ જ કઈંક ખરીદશે.’
- ‘થોડીવારમાં મારુ નામ આવ્યું જેમાં મને વાઈટ કરતા વધુ એટલે કે સવા 6 લાખ ડોલર મળ્યા. આ સમયે હું કઈ રીતે રિએક્ટ કરું તે જ કલ્પી નહોતો શક્તો. તે એક સ્વપ્ન સમાન હતું’.
- ડેવિડે જણાવ્યું કે,‘ભારત જવું કે નહીં તે માટે હું કન્ફ્યૂઝ હતો. કારણ કે હું ક્રિસ્ટી (તે સમયે ગર્લફ્રેન્ડ હવે પત્ની)થી દુર થવા માગતો નહોતો. જોકે ક્રિસ્ટી સાથે વાત કરી તો તે સાથે આવવા તૈયાર થઈ અને હું ભારતમાં રમવા તૈયાર થયો.’
 
ભારત સામે કર્યું હતું ડેબ્યૂ

- ડેવિડનો જન્મ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં થયો હતો, જે પછી વિક્ટોરિયા ટીમ તરફથી સ્થાનિક ક્રિકેટમાં રમ્યો.
- ડેવિડે 2003-04માં વિક્ટોરિયા તરફથી રમતા ન્યૂ સાઉથ વેલ્સ વિરુદ્ધ 212 રનની ઈનિંગ રમી પોતાની ટીમને 455 રનનો સ્કોર ચેઝ કરવામાં મદદ કરી સિલેક્ટર્સનું ધ્યાન દોર્યું હતું.
- તે સમયે ન્યૂ સાઉથ વેલ્સના કેપ્ટન સ્ટિવ વો હતા. જેઓ ડેવિડના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા.
- ડેવિડે 2008માં ભારત વિરુદ્ધ રમતા ટી-20માં અને વિન્ડીઝ વિરુદ્ધ વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું.
- હસ્સીએ વન-ડે કરિઅરમાં 69 મેચ રમી 32.65ની એવરેજથી 1796 રન બનાવ્યા હતા, જેમાં શ્રેષ્ઠ 111 રન હતા.
- ડેવિડે ટી-20માં 39 મેચો રમી 22.90ની સરેરાશથી 758 રન કર્યા હતા. જેમાં 88* રન શ્રેષ્ઠ હતા.
- આઈપીએલમાં ડેવિડે 64 મેચ રમી 26.97ની સરેરાશથી 1322 રન કર્યા છે. જેમાં 71 રન શ્રેષ્ઠ સામેલ છે.
- ડેવિડનું આંતરરાષ્ટ્રીય કરિઅર માત્ર 5 વર્ષનું રહ્યું અને જાન્યુઆરી 2013માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. ડેવિડને ક્યારેય ટેસ્ટ ફોર્મેટમાં રમવાની તક નહોતી મળી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ડેવિડ હસ્સીની પર્સનલ લાઈફ તસવીરો અને જાણો રસપ્રદ ફેક્ટ્સ...........)
અન્ય સમાચારો પણ છે...