• Gujarati News
  • Dale Steyn Took Six As Pakistan Blown Away For Record 49 Johannesburg Test 2013

PHOTOS: સિક્સપેક સ્ટેઈનનો સપાટો, પાકિસ્તાન બેહાલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોહાનિસબર્ગના વાંડરરર્સ ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાને ટેસ્ટ ક્રિકેટનો એક કંગાળ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સાઉથ આફ્રિકા સામે પ્રથમ દાવમાં પાકિસ્તાન ફક્ત 49 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનનો આ સૌથી નીચો સ્કોર છે.

ઝડપી બોલર ડેલ સ્ટેઈનના ઝંઝાવાત સામે પ્રવાસી પાકિસ્તાની બેટ્સમેનો રીતસરના ઘૂંટણીયે પડી ગયા હતા. સ્ટેઈને ફક્ત 8 રન આપીને 6 વિકેટ લીધી હતી. જ્યારે વેરનોન ફિલાન્ડર અને જેક્સ કાલિસે 2-2 વિકેટ લીધી હતી.

પાકિસ્તાન તરફથી અઝહર અલીએ સૌથી વધુ 13 રન બનાવ્યા હતા જ્યારે સુકાની મિસ્બાહ ઉલ હકે 12 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ બેટ્સમેન બે આંકાડાનો સ્કોર નોંધાવી શક્યો નથી.