• Gujarati News
  • Bradley Cooper And Model Irina Shayk Indulge In Passionate Make Out Session In New York

ફૂટબોલર રોનાલ્ડોની પૂર્વ ગર્લફ્રેન્ડ ઇરિના ભૂલી ભાન, જાહેરમાં કરવા લાગી કિસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક : વિશ્વના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની પૂર્વ ગર્લફ્રેન્ડ અને મોડલ અભિનેતા બ્રેડલી કૂપરના પ્રેમમાં છે. આ બન્ને જાહેરમાં કિસ કરતા જાહેરમાં ઝડપાઈ જવા માપ્યા હતા. બન્ને રિહાનાના મેટ ગાલા ઇવેન્ટ પછી એક સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે થોડા મહિના પહેલા રોનાલ્ડો મોડલ ઈરિના શાયકથી અલગ થઈ ગયા હતો.
યુકેની વેબસાઇટ ‘ફિમેલફર્સ્ટ ડોટ કોમ’ના મતે ‘‘બ્રેડલી અને ઇરિના સવારે ત્રણ-ચાર વાગ્યા સુધી કાર્યક્રમમાં રોકાયા હતા. બન્ને શરુઆતમાં મિત્રો કેરી વોશિંગ્ટન, લિયોનાડર ડીકૈપ્રિયોને મળ્યા હતા. આ પછી તે નીચે આવેલા રુમમાં ચાલ્યા હતા. જ્યાં બન્ને પ્રેમમાં મગ્ન બની ગયા હતા. બન્ને આખી રાત સાથે હતા.’’
માતાના કારણે થઈ હતી તકરાર
પોર્ટુગલના મીડિયા રિપોર્ટ પ્રમાણે નવા વર્ષ પહેલા રોનાલ્ડો ઈરિના અને તેના પુત્રને પોતાની માતાના જન્મ દિવસ નિમિત્તે તેના ઘરે લઈ જવા ઈચ્છતો હતો. જોકે, રશિયન લોન્જરી મોડલે કંઈ અલગ જ યોજના બનાવી હતી. જેના કારણે બંને વચ્ચે તકરાર થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોનાલ્ડોએ દુબઈમાં ઈરિના સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી તેથી તે પોતાની માતા ડોલ્ડોર્સના જન્મ દિવસે સરપ્રાઈઝ આપવા માટે ઈરિનાને માતાના ઘરે લઈ જવા ઈચ્છતો હતો જે માટે ઈરિના તૈયાર ન હતી
આગળની સ્લાઈડ્સ માં ક્લિક કરો અને જુઓ, જાહેરમાં પ્રેમમાં મગ્ન ઇરિના અને બ્રેડલીની તસવીરો...