• Gujarati News
  • Virender Sehwag Wife Aarti Ahlawat Pics And Love Story

PICS : સીધી સાદી લાગતી સેહવાગની પત્ની છે એકદમ સ્ટાઇલિસ્ટ અને નટખટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો:વિરેન્દ્ર સેહવાગની પત્ની આરતી.)

નવી દિલ્હી : વિરેન્દ્ર સેહવાગ રમતમાં મેદાનમાં એકદમ બિન્દાસ છે પણ અંગત જીવનમાં તે ઘણો શરમાળ છે. 36મો જન્મ દિવસ મનાવી રહેલ વિરેન્દ્ર સહેવાગ અને તેની પત્ની આરતી એકબીજાને લગ્નના 17 વર્ષ પહેલા જાણતા હતા. વીરુ અને આરતી સારા મિત્રો હતા અને એકબીજાને ઘણા પસંદ કરતા હતા. જોકે સેહવાગ એટલો શરમાળ હતો કે તેને આરતીને પ્રપોઝ કરવામા ઘણા વર્ષો લગાડી દીધા હતા. લગ્નના 3 વર્ષ પહેલા સેહવાગે જ્યારે આરતીને પ્રપોઝ કર્યું તો તેણે તરત હા પાડી દીધી હતી. સેહવાગની પત્ની પણ સીધી સાદી લાગે છે પણ તે એકદમ સ્ટાઇલિસ્ટ છે.વીરુનો જન્મ 20 ઓક્ટોબર 1978ના રોજ નફઝગઢમાં થયો હતો.

મજાકમાં કર્યું પ્રપોઝ
વીરુ અને આરતી લગભગ રોજ વાતો કરતા હતા પણ બન્નેએ ક્યારે પ્રેમનો એકરાર કર્યો ન હતો. મે 2002માં એક વખત સેહવાગે મજાકિયા અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. એ જુદી વાત છે કે આરતીએ આ મજાકને અસલી પ્રપોઝલ સ્વિકારી તરત હા પાડી દીધી હતી. આ વાતનો ખુલાસો સહેવાગે કર્યો હતો.
3 વર્ષ અફેર અને પછી લગ્ન
એકબીજા સાથે ઓળખાણના 14 વર્ષ બાદ વીરુએ આરતી સાથે પ્રેમનો પ્રસ્તાવ રાખ્યો હતો. હવે આ બન્ને ફક્ત મિત્રો નહી પણ પ્રેમી બની ગયા હતા. આ પછી ત્રણ વર્ષ સુધી પ્રેમી તરીકે રહ્યા અને એપ્રિલ 2004માં બન્નેએ લગ્ન કર્યા હતા. તેમને આર્યવીર અને વેદાંત નામના બે પુત્ર છે.
આગળ ક્લિક કરો અને જુઓ, આરતી સેહવાગની ખાસ સ્ટાઇલિશ તસવીરો...