ચીયર લીડર સાથે લગ્ન કરશે આ ક્રિકેટર, આક્રમક ઇનિંગ જોઈને થઈ હતી પ્રભાવિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : દક્ષિણ આફ્રિકાના વિકેટકિપર બેટ્સમેન ક્વિન્ટોન ડી કોક ત્રણ વર્ષ પહેલા એક ડોમેસ્ટીક શ્રેણી દરમિયાન પોતાની ટીમની ચીયર લીડરના પ્રેમમાં પડી ગયો હતો. તે સમયથી આ તેની ગર્લફ્રેન્ડ છે અને હવે તે 19 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહ્યો છે. ડી કોકની ગર્લફ્રેન્ડ આઇપીએલમાં પણ ડાન્સ કરી ચુકી છે. ડી વિલિયર્સ પણ રજા લઈ આ સુંદર જોડીને મળવા પહોંચી ગયો હતો.
કોણ છે ડી કોકનો પ્રેમ
- પોતાની કારકિર્દીની શરૂઆતમાં ડી કોક હાઇવેલ્ડ લાયંસ તરફતી રમતો હતો.
- આ દરમિયાન તેણે 51 રનની આક્રમક ઇનિંગ રમી હતી.
- આ ઇનિંગ જોઈને ટીમની ચીયર લીડર શાશા હર્લી તેને અભિનંદન આપવા માટે પહોંચી હતી.
- ડી કોકે આ વિશે કહ્યું હતું કે, ‘મારી આ ઇનિંગ પછી તે મને મળવા આવી હતી, બાદમાં મે તેને ફેસબુક પર થેન્ક્સ કહ્યું હતું.’
- ડી કોકના મતે આ પછી મને ખબર પડી હતી કે શાશા પહેલા જ મારા પ્રેમમાં હતી.
- આ પછી બન્નેમાં વાતચીત શરૂ થઈ હતી અને આ વાત પ્રેમમા પરિણમી હતી.
- ડી કોકના મતે, જ્યારે પણ હું રન ન બનાવી ન શકું ત્યારે તે મને ફોન કરીને પ્રેમથી સમજાવે છે.
- અમે બન્ને અમારા લગ્નને લઈને ઘણા રોમાંચિત છીએ.
- આ જોડી 19 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. ડી વિલિયર્સ લગ્નમાં સામેલ થવા પહોંચી ગયો છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ડી કોક અને તેની થનાર પત્ની શાશાની ખાસ તસવીરો........
અન્ય સમાચારો પણ છે...