• Gujarati News
  • Mahendra Singh Dhoni Birthday, Know How Dhoni Bike Collection

ધોની પાસે 10થી વધારે બાઈક્સ, એકની કિંમત છે 60 લાખ રૂપિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ભારતીય વન-ડે ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આજે (7 જુલાઈ , 1981) જન્મ દિવસ છે. ધોની ક્રિકેટ ઉપરાંત તેની સ્ટાઇલ અને ફેશનને લઈને પણ ચર્ચામાં રહેતો હતો. આ ઉપરાંત ધોનીનો બાઈક પ્રેમ જાણીતો છે. ધોની પાસે અલગ-અલગ પ્રકારની 13 બાઈકો છે. ધોનીએ થોડા વર્ષો પહેલા Confederate Hellcat X132 નામની બાઈક ખરીદી હતી. દક્ષિણ એશિયન દેશમાં Confederate Hellcat X132 આ બાઈક ફક્ત ધોની પાસે જ છે. આ બાઈકની કિંમત 28 લાખ રૂપિયા છે, જોકે ઇમ્પોર્ટ ટ્યૂડી અને બીજો લાવવાનો ખર્ચ ઉમેરતા ધોનીને આ બાઈક લગભગ 60 લાખ રૂપિયામાં પડે છે. ધોનની પ્રથમ બાઇક રાજદૂત કંપનીની હતી.

ધોની જેટલી કમાણી કરે છે તેટલા હાઇફાઇ અને મોંઘા શોખ પણ રાખે છે. સ્ટાર પ્લેયરો પાસે લક્ઝરી કાર હોવી હવે સામાન્ય બાબત છે. જોકે ઘણી હાઈફાઇ બાઈક રાખતા હોય તેવા પ્લેયરો ઓછા છે. ધોનીના પ્રશંસકોને ખબર છે કે તેને બાઈકનો જબરજસ્ત શોખ છે. ધોની પાસે એક બે નહી પણ 13 અલગ-અલગ બાઈક્સ છે. જેમાં સસ્તીથી લઈને મોંઘી
લક્ઝરી બાઈક્સનો સમાવેશ થાય છે. જેટલી કિંમતમાં હાઈફાઈ ગાડી આવી જતી હોય છે તેટલી કિંમતની ધોની બાઈક રાખે છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ધોનીની અલગ-અલગ બાઈક્સ....