B'DAY : નાના ભાઈના નિધનથી ભાંગી પડ્યો હતો, ક્રિકેટ રમવાનું કર્યું હતું બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : શ્રીલંકાના ક્રિકેટને નવી ઉંચાઈ સુધી લઈ જનાર મહેલા જયવર્દને 27 મેના રોજ પોતાનો 38મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. જયવર્દનેને બહારથી જોતા તે એક હશમુખો પ્લેયર જોવા મળે છે પણ તેણે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. દરેક ચેમ્પિયન ખેલાડી પાછળ કોઈના કોઈ દુખ જરૂર હોય છે. આ દુખને તેમને આગળ વધવા માટે શક્તિ આપે છે. ચહેરા ઉપર હંમેશા મંદ મંદ હાસ્ય રખનાર જયવર્દને પોતાના દિલમાં એક મોટુ દુખ છુપાઈ રાખે છે. જ્યારે મહેલા ફક્ત 15 વર્ષનો હતો ત્યારે બ્રેન કેન્સરના કારણે તેના નાના ભાઈનું નિધન થયું હતું. આ ઘટનાએ મહેલાની જીંદગી વેરાન બનાવી દીધી હતી અને એકસમયે ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું હતું.

પિતાએ ઓળખ્યું ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન

મહેલા જયવર્દનેનો જન્મ 27 મે 1977ના રોજ કોલંબોના રાજાગિરીયા નામના વિસ્તારમાં થયો હતો. તેના પિતા સેનારથ જયવર્દને શ્રીલંકાની બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અને સરકારી બ્રોડકાસ્ટર રુપાવાહિનીમાં પ્રોફેશનલ મેકેનિકલ એન્જીનિયર હતા. મહેલાનો ઉછેર એક મધ્યમવર્ગીય પરિવારમાં કોઈપણ આર્થિક તકલીફ વગર થયો હતો. મહેલાને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ઘણો શોખ હતો. તેના પિતાએ તેના આ શોખને ઓળખ્યો હતો અને તેની ભરતી શ્રીલંકાના પ્રતિષ્ઠિત એકેડમીમાં કરાવી હતી. જ્યાંથી શ્રીલંકાને અને વિશ્વને એક મહાન ક્રિકેટર મળ્યો હતો.
જયવર્દનનેની ક્રિકેટ કારકિર્દી
રનએવરેજબેસ્ટ સ્કોરસદીઅડધી સદી
ટેસ્ટ- 1491181449.843743450
વન ડે- 4481265033.371441977
આગળની સ્લાઈડ્સ માં ક્લિક કરો અને જુઓ, જયવર્દનેની પત્ની સાથેની ખાસ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...