વેસ્ટ ઇન્ડીઝનો 44 વર્ષિય દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાના જીવનમાં નવા પ્રેમનું આગમન થયું છે. બ્રાયન લારા છેલ્લા ચારેક મહિનાથી ૨૪ વર્ષની મૉડલ જેમી બાવર્સ સાથે ડેટિંગ કરી રહ્યો છે. લારાની જેમ જેમી પણ ટ્રિનિદાદમાં જન્મી હતી, પરંતુ તેનો ઉછેર સ્કૉટલૅન્ડમાં થયો છે અને તે ત્યાં જ રહે છે.
જેમી સાથે પ્રેમમાં છે તે વાતનો સ્વિકાર બ્રાયન લારાએ પણ કર્યો છે. એક મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં લારાએ કહ્યું હતું કે જૅમી બાવર્સ મારી ગર્લફ્રેન્ડ છે અને તે અદ્ભુત મહિલા છે. તેની સાથે સમય પસાર કરવામાં મજા આવે છે.
જેમીએ સોશ્યલ મિડિયા પર લારા સાથેના કોઈ ફોટો પોસ્ટ નહોતા કર્યા, પરંતુ ટ્રિનિદાદમાં લારાના ઘરે બાલ્કનીમાં બન્ને સાથે જોવા મળ્યાં હતાં. લારા અવારનવાર સ્કૉટલૅન્ડ જાય છે અને જેમીને મળે છે.
લારાએ ગયા મહિને જમૈકાની મુલાકાત લીધી હતી ત્યારે જેમી પણ સાથે હતી. લારા એ આ વિશે ટ્વિટ પણ કર્યું હતું કે, બેસ્ટ ટ્રિપ વિથ જેમી બાવર્સ.
લારાએ ક્રિસમસ પોતાની પુત્રીઓ ટાઇલા અને સિડની સાથે ઊજવી હતી. જોકે આ સમયે પણ તેનુ મન જેમી ઉપર હતું. આ સમયે તેણે ટ્વિટ કર્યું હતું કે હું જૅમી બાવર્સને મળવા માટે વધુ રાહ જોઈ નથી શકતો.
કોણ છે જેમી બાવર્સ?
જેમી બાવર્સનો જન્મ ટ્રિનદાદમાં થયો હતો પણ તેનો ઉછેર સ્કોટલેન્ડમાં થયો છે. જેમી ભૂતપૂર્વ મિસ સ્કોટલેન્ડ છે. 2013માં જેમી મિસ સ્ટોકલેન્ડ બની હતી. જેમી મિસ સ્કોટલેન્ડ ઉપરાંત સફળ મોડલ પણ છે.
સ્કોટલેન્ડ અને કેરેબિયન મીડિયામાં લારા અને જેમી વચ્ચેનો પ્રેમ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આગળ ક્લિક કરો અને જુઓ, લારાની નવી ગર્લફ્રેન્ડની તસવીરો....