ભારતમાં ક્રિકેટ સટ્ટાબાજી કાયદેસર બનાવો : બોયકોટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની જ્યોફ બોયકોટનું માનવું છે કે ક્રિકેટમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ભારતે સટ્ટાબાજીને કાયદેસર બનાવવી જોઇએ. બોયકોટે કહ્યું કે આ ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે અટકાવવા ભારતમાં સટ્ટાબાજીના વ્યવસાયને કાયદેસર બનાવવો પડશે. આ ગેરકાયદે છે છતાં લોકો સટ્ટો કરે છે.

તેમણે કહ્યું કે અમેરિકામાં બીયર ગેરકાયદે હતી ત્યારે ગેરકાયદેસર શરાબનું સેવન વધી ગયું હતું. હવે સટ્ટાબાજી ભારતમાં કાયદેસર નથી તો ખરાબ પ્રકારના લોકોની ભાગીદારી જોવા મળી રહી છે. બોયકોટે કહ્યું કે ભારત સરકાર સરળતાથી સટ્ટાબાજીને કાયદેસર નહિ‌ બનાવે કેમ કે તેને પરિવર્તન પસંદ નથી. ભારતમાં ઘોડાની રેસમાં સટ્ટાબાજી કાયદેસર હોઇ શકે છે તો ક્રિકેટમાં કેમ નહિ‌.

- ભૂતિયાએ પણ કરી બોયકોટ જેવી માગ

ફૂટબોલના સ્ટાર ભાઈચંદ ભૂતિયાએ પણ માગ કરી છે કે ક્રિકેટમાં સટ્ટાબાજીને કાયદેસર કરવી જોઇએ.