CPL T 20: શાહરૂખ ખાનની ટીમ બની ચેમ્પિયન, આ રીતે કરી ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાર્બાડોસ: વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલી કેરેબિયન ટી 20 લીગમાં બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની ટ્રીનીદાદ એન્ડ ટોબેગો રેડ સ્ટીલ ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં ટ્રીનીદાદ એન્ડ ટોબેગો રેડ સ્ટીલે બાર્બાડોસ ટ્રીનીડેટ્સને 20 રને હરાવ્યુ હતુ. મેચ જીતતાની સાથે જ ટ્રીનીદાદના કેપ્ટન ડ્વેન બ્રાવો સહિતના ખેલાડીઓ ઝુમી ઉઠ્યા હતા. શાહરૂખ ખાને પણ ટ્રોફીની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ રીતે હતો મેચનો રોમાંચ
ટ્રીનીદાદ એન્ડ ટોબેગો રેટ સ્ટીલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કામરાન અકમલના 60 અને ડેલપોર્ટના 50 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 178 રન બનાવ્યા હતા.જેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી બાર્બાડો ટ્રીનીડેટ્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે માત્ર 158 રન જ બનાવી શકી હતી.બાર્બાડોસ તરફથી ડ્વેન સ્મીથે સૌથી વધુ 49 રનની ઇનિંગ રમી હતી. કામરાન અકમલને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે ડ્વેન બ્રાવોને પ્લેયર ઓફ ધ સીરીઝ આપવામાં આવી હતી.
ટી એન્ડ ટી શાહરૂખ ખાનની છે ટીમ
આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે બે ખિતાબ જીતનારા શાહરૂખ ખાને કેકેઆરના સહયોગી જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતા સાથે મળીને સીપીએલ એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ખરીદી હતી.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, મેચની ઉજવણીની તસવીરો..
અન્ય સમાચારો પણ છે...