તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમલૈંગિકોને કહ્યું ‘જાનવરોથી પણ તુચ્છ’,વિવાદોમાં ઘેરાયો બોક્સર મૈની પૈકિયાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા અને એક માત્ર એટ ડિવીઝન વર્લ્ડ ચેમ્પિયન મૈનિ પૈકિયાઓએ માત્ર 37 વર્ષની વય સુધી સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. પરંતુ તે તેમ છતાં હજુ પણ જમીનથી જોડાયેલો છે. તેથી ફિલિપાઈન્સનો આ બોક્સર પ્રસંશકોની વચ્ચે ધ પિપલ્સ ચેમ્પિયનના નામે પ્રસિધ્ધ છે. તે પોતાના દેશનો વિકાસ કરવા માટે રાજકારણમાં પણ સક્રિય છે. પૈકિયાઓને લાગે છે કે રાજકારણમાં જોડાઈને જ દેશનો વિકાસ કરી શકાશે. તેથી 32 વર્ષની વયે તેણે ચૂંટણીમાં ઝૂકાવ્યું અને ફિલિપાઈન્સ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટિવમાં ચૂંટાયો. તે આ વર્ષે સેનેટરના ઉમેદવારના રુપે ચૂંટણી લડી રહ્યો છે.

-સમલૈંગિકોને કહ્યું ‘જાનવરોથી પણ તુચ્છ’,વિવાદોમાં ઘેરાયો બોક્સર મૈની પૈકિયાઓ
-આજે અમે તમને મળાવી રહ્યા છીએ વર્લ્ડ ચેમ્પિયન પ્રોફેશન બોક્સર મૈની પૈકિયાઓ સાથે. સમલૈગિંકો માટે વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં રહેનારા ફિલિપાઇન્સના પૈકિયાઓ રાજકારણમાં પણ ઘણો સક્રિય છે. પૈકિયાઓ આ વર્ષે ફિલિપાઇન્સમાં યોજાનારી ચૂંટણીમાં સીનેટરનો ઉમેદવાર બનીને લડી રહ્યો છે.
તાજેતરમાં તે સમલૈંગિકોને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં છે. તેણે સમલૈંગિકોને જાનવરોથી પણ તુચ્છ કહીને વિવાદ ઊભો કર્યો છે. તેના આ નિવેદનની ખૂબજ ટીકા થઈ છે. અનેક મોટા ખેલાડીઓએ તો તેને માફી માગવા પણ કહ્યું. આ નિવેદન બાદ નાઈકીએ તેની સાથેનો કરાર પણ ખતમ કરી નાખ્યો હતો. પૈકિયાઓની પ્રશંસક રહેલી બોક્સર રોન્ડા રાઉસીએ પણ આ નિવેદન બાદ તેની ટીકા કરી હતી. રાઉસીએ કહ્યું હતું કે કોઈ પણ ખેલાડીને સમલૈંગિકો અંગે આવું નિવેદન આપવાનો અધિકાર નથી.
આ તમામ બાદ પૈકિયાઓએ માફી માગી લીધી હતી. વર્ષ 2000માં ફાઈટર ઓફ ધ ડિકેડ પસંદ થયેલો પૈકિયાઓ બોક્સિંગ ઉપરાંત બાસ્કેટ બોલ પણ રમે છે. સાથે જ તેને એક્ટિંગ અને સિંગિગનો પણ શોખ છે. પૈકિયાઓ 11 ટીવી શો અને 9 ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યો છે. તે બોસ્ટન સેલિટક્સ ટીમ તરફથી પ્રોફેશનલ બાસ્કેટબોલ પણ રમી ચૂક્યો છે. ફિલિપાઇન્સના આ બોક્સરે તાજેતરમાં જ દુનિયાના ટોચના બોક્સર ફ્લોયડ મેવેધર સામે પડકાર સ્વીકાર્યો હતો. જોકે તેમાં પૈકિયાઓનો પરાજય થયો હતો. તે મેચને દુિનયાની સૌથી વધુ ઇનામી રકમ ધરાવનારી મેચ જાહેર કરવામાં આવી હતી. મેવેધરને લગભગ 1100 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.

આગળની સ્લાઇડમાં વાંચો,એશિયન ફાઇટર ઓફ ઓલ ટાઇમ...
અન્ય સમાચારો પણ છે...