તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેઈલ ભવ્ય બર્થ ડે પાર્ટીની કરી રહ્યો છે તૈયારી, પાર્ટીમાં મહિલા કરશે સુરક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : વેસ્ટ ઇન્ડીઝનો સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેઇલ આ સમયે પોતાની બર્થ ડે પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત છે. ગેઈલે આ વખતે 5 દિવસ ભવ્ય બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું છે. 16 થી 21 સપ્ટેમ્બર દરમિયાન આ પાર્ટી યોજાશે. દરરોજ નવા થીમ પર પાર્ટી કરવામાં આવશે. ગેઈલ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પાર્ટી તૈયારીઓની કેટલીક તસવીરો શેર કરી ચુ્કયો છે. આ પાર્ટીમાં મહિલા સુરક્ષાકર્મી તરીકે ઉપસ્થિત રહશે. ગેઈલે મહિલાઓને ટ્રેનિંગ પણ આપી રહ્યો છે.
6 દિવસ ચાલશે બર્થ ડે સેલિબ્રેશન

- ક્રિસ ગેઇલનો જન્મ દિવસ 21 સપ્ટેમ્બરે છે. તે 37 વર્ષનો થઇ જશે.
- તેના જન્મ દિવસની ઉજવણી 16 સપ્ટેમ્બરથી શરૂ થશે જે 21 તારીખ સુધી ચાલશે.
- 18 સપ્ટેમ્બરે ગેઇલ બીચ પાર્ટી કરશે, જેની માટે તેને સોશિયલ મીડિયા પર હોસ્ટ માટે પણ સજેશન માંગ્યા છે.
- ગત વર્ષે તેને બર્થ ડે પર ફ્રેન્ડને પાર્ટી આપવા માટે ઘર પર જ સ્ટ્રિપર પોલ લગાવી લીધા હતા.
- તેની તસવીર શેર કરતા તેને લખ્યુ હતુ, 'પૂલથી સ્ટ્રિપ ક્લબ સુધી. હું ઇચ્છુ છુ કે મારા મહેમાન હંમેશા એન્ટરટેઇન થાય
- ગેઇલને પાર્ટી એનિમલ કહેવામાં આવે છે અને તે લક્ઝરી લાઇફસ્ટાઇલનો શોખીન છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ગેઇલની બર્થ ડે પાર્ટીની તૈયારીની તસવીરો....
અન્ય સમાચારો પણ છે...