તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IND-AUS ત્રીજી ટેસ્ટમાં પૂજારા-જાડેજા સહિત આ 6 પ્લેયર્સે બતાવ્યો દમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ભારત માટે મેચના શરૂઆતના બે દિવસ સારા રહ્યાં નહતા. પહેલા વિરાટ ઇજાગ્રસ્ત થયો અને પછી ઓસ્ટ્રેલિયાની બેટિંગથી ટીમ ઇન્ડિયા બેકફુટ પર નજરે પડી હતી પરંતુ ત્રીજો અને ચોથો દિવસ ભારતીય ખેલાડીઓના નામે રહ્યો હતો. જેમાં સૌથી વધુ ઇમ્પ્રેસ સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારાએ કર્યા હતા. તમને જણાવી દઇએ કે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર છે. ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 25 માર્ચથી ધરમશાળામાં રમાશે.
 
ત્રણ ભારતીયે બતાવ્યો દમ
 
- મેચમાં ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા અને રિદ્ધિમાન સહા હીરો બન્યા હતા. વિરાટ રન ન બનાવી શક્યો તો તેની ભરપાઇ પૂજારા અને સહાએ કરી દીધી હતી. પૂજારાએ બેવડી સદી ફટકારી હતી. સહા સાથે મળીને તેને 199 રનની ભાગીદારી કરી હતી. જ્યારે અશ્વિન ન ચાલ્યો તો જાડેજાએ એકલાએ મેચમાં 9 વિકેટ ઝડપી હતી.
 
રવિન્દ્ર જાડેજા, ભારત
પ્રદર્શન: 9 વિકેટ અને 54* રન
 
- પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ રીતે આ મેચમાં 178 રન આપીને તેને 9 વિકેટ ઝડપી હતી. 9માં નંબરે બેટિંગ કરતા તેને 54* રન પણ બનાવ્યા હતા.
 
પૂજારા બન્યો મેન ઓફ ધ મેચ
પ્રદર્શન: 202 રન બનાવ્યા
 
- આ મેચમાં કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારનાર ચેતેશ્વર પૂજારા મેન ઓફ ધ મેચ બન્યો હતો
- રિદ્ધિમાન સહાએ સદી (117 રન) ફટકારી હતી.
 
હેન્ડ્સકોમ્બ અને માર્શે બચાવી મેચ
 
- એક સમયે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની 4 વિકેટ 63 રનમાં જ પડી ગઇ હતી અને તે હારની નજીક હતી પરંતુ તે બાદ શોન માર્શ અને હેન્ડ્સકોમ્બે મળીને 5th વિકેટ માટે 124 રન જોડી ટીમની હારને ટાળી હતી.
- આ દરમિયાન બન્ને બેટ્સમેને અડધી સદી ફટકારી હતી. શોન માર્શે 53 રન બનાવ્યા હતા. તે કારકિર્દીની 7મી અડધી સદી ફટકારી આઉટ થયો હતો.
- તે સીવાય પીટર હેન્ડ્સકોમ્બે 72* રન બનાવ્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી અડધી સદી હતી.
 
મેચનો સ્કોર:
 
ઓસ્ટ્રેલિયા- 451 અને 204/6
ભારત- 603/9 ડિકલેર
 
આગળની સ્લાઇડમાં વાંચો, ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્યા પ્લેયર રહ્યાં મેચના હીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો