• Gujarati News
  • Cheteshwar Pujara And Pooja Pabari Tie Knot On 13 February

કેવી રીતે થશે ચેતેશ્વર-પૂજાના લગ્ન, પિતાએ જણાવી વાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસંત પંચમીનો દિવસને ભારતીય વેલેન્ટાઈન ડે કહેવામાં આવે તો ખોટું નહીં હોય. આ દિવસે લગ્નનો વણજોયું મુહુર્ત હોય છે અને આ વખતે 13 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી છે.

આ રોમેન્ટિક દિવસે જ ભારતનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ પૂજારા પૂજા પાબારી સાથે લગ્નના બંધનમાં બંધાશે.

25 વર્ષીય ચેતેશ્વર માટે તેના પરિવારે જ છોકરીની પસંદગી કરી છે અને બન્ને જણા પરિવારની પરંપરા પ્રમાણે જ લગ્ન કરવા જઈ રહ્યા છે.

પૂજાનો પરિવાર મૂળ જામજોધપુરનો છે અને પૂજારા તથા પૂજાના આ એરેન્જ મેરેજ છે. ચેતેશ્વરના પિતા અરવિંદ પૂજારા ચેતેશ્વરના લગ્નને લઈને ઘણા જ ઉત્સાહિત છે તથા તેઓ ચેતેશ્વરની એક વાતને લઈને ઘણા જ ખુશ છે. તેમણે લગ્નનું આયોજન પણ ખાસ રીતે કર્યું છે.

આવો જોઈએ કેમ ચેતેશ્વરથી ખુશ છે તેના પિતા અને કેવી રીતે થયું છે આ લગ્નનું આયોજન.....