તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CSK અને રાજસ્થાનનો પ્રતિબંધ સમાપ્ત, ધોનીને રિટેન કરવા માગે છે ચેન્નાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ આઈપીએલનું પ્રથમ ટાઈટલ જીતનારી રાજસ્થાન રોયલ્સ અને બે વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સ (સીએસકે) પર લાગેલો 2 વર્ષનો પ્રતિબંધ સમાપ્ત થઈ ગયો છે. આ સાથે જ બંને ટીમો આઈપીએલ 2018 માટે ફરી ઉપલબ્ઘ રહેશે. ચેન્નાઈ સુપરકિંગ્સના એક ડિરેક્ટર જ્યોર્જ જોને જણાવ્યું કે,‘પ્રતિબંધ સમાપ્ત થઈ ગયો છે અને અમે સોશિયલ મીડિયા પર ફરી કેમ્પેનિંગ શરુ કરી દીધું છે. પ્રતિબંધ લાગવા છતા અમારી બ્રાન્ડ પર અસર થઈ નથી. અમે ફરી એમએસ ધોનીને ચેન્નાઈ ટીમ સાથે લાવીશું, જોકે અમે હજી તેની સાથે વાત નથી કરી.’
 
ગુજરાત લાયન્સ અને પુણેને આગામી સિઝનમાં તક નહીં મળે...

- 2013 આઈપીએલ ફિક્સિંગમાં સંડોવણી બાદ ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર 2015માં 2 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
- તેમના સ્થાને બે સિઝન માટે ગુજરાત લાયન્સ અને રાઈઝીંગ પૂણે સુપરજાયન્ટ્સને આઈપીએલમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
- આઈપીએલની બે જુની ટીમો સીએસકે અને રાજસ્થાનના પુનરાગમનને કારણે લોકોમાં વધુ જુસ્સો જોવા મળી રહ્યો છે. #CSKReturns સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ થવા લાગ્યો હતો.
- ચેન્નાઈના પ્રશંસકો પ્રતિબંધ હટ્યાની ઉજવણી ઓનલાઈન ઉજવણીની સાથે સ્થાનિક વિસ્તારોમાં પણ કરતા જોવા મળ્યા હતા. 
- ચેન્નાઈ અને રાજસ્થાનના આવવા પર ગુજરાત લાયન્સ અને પુણેને આગામી સિઝનમાં તક મળશે કે નહીં તે હજીસુધી બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું નથી.
- સૂત્રો અનુસાર, બીસીસીઆઈ ગુજરાત અને પૂણેની ટીમને 2018ની આઈપીએલમાં સ્થાન નહીં આપવાના પક્ષમાં છે. કારણે આ સીએસકે અને રાજસ્થાનની એન્ટ્રી બાદ પણ આ બંને ટીમો રહેશે તો આઈપીએલમાં 10 ટીમો થઈ જશે.
- બોર્ડ અધિકારીઓ અનુસાર, 10 ટીમો સાથે આઈપીએલ રમાડવા પર મેચોની સંખ્યા ઘણી વધી જશે.
 
આઈપીએલ 10માં પૂણેની ટીમમાં ઘોની નહોતો ખુશ

- આઈપીએલ 10માં ધોનીને કેપ્ટન પદેથી હટાવી સ્ટિવન સ્મિથને પૂણેએ કેપ્ટન બનાવી દીધો હતો. જેના કારણે પ્રશંસકો પણ રોષે ભરાયા હતા.
- સ્મિથને કેપ્ટન બનાવવા પર પણ પૂણેની ટીમનું પ્રદર્શન પણ નબળું રહ્યું હતું. બીજી તરફ પૂણેની ટીમના માલિકના ભાઈએ વારંવાર ધોનીનું ટ્વિટર થકી અપમાન કર્યું હતું.
- આ સમયે સાક્ષીએ સીએસકેનું હેલમેટ પહેરી હર્ષ ગોયેનકાને જોરદાર જવાબ આપ્યો હતો.
- સીએસકેનો સ્ટાફ ધોનીની સાથે અગાઉના સંપૂર્ણ કોચિંગ સ્ટાફને પણ ટીમ સાથે જોડવાનો પ્રયાસ કરશે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો........)