• Gujarati News
  • Cheerleaders Cricketers Zaheer Khan Gayle Bangalore Delhi IPL 2013

ચીયરલીડર્સ પર પડી ગેઈલ-ઝહિરની નજર, પછી થઈ કંઈક આવી અસર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. તે પહેલા ફિરોઝશાહ કોટલા મેદાન પર એક ખાસ નજારો જોવા મળ્યો હતો. આ નજારો પ્રેક્ષકો માટે રોમાંચથી ભરેલી ક્ષણ હતી કેમ કે તેમની સામે અચાનક જ તેમના ફેવરેટ ક્રિકેટર્સ આવી ગયા હતા. આ દરમિયાન સુંદર ચીયરલીડર્સની ફોજ પણ ત્યાં આવી પહોંચી હતી.

બસ પછી તો પ્રેક્ષકો ઘેલમાં આવી ગયા હતા અને તેઓ ટ્રાફિકવાળા રસ્તા પર પોતાની ગાડીઓ રોકીને મોબાઈલ દ્વારા ક્રિકેટર્સ અને ચીયરલીડર્સની તસવીરો ખેંચવામાં વ્યસ્ત થઈ ગયા હતા.

ઝહિર ખાન અને મુરલી કાર્તિકે પ્રેક્ષકો સાથે હાથ મીલાવીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું. પ્રેક્ષકોની આવી હરકતથી રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જે દિલ્હી પોલિસ માટે મુસીબત સાબિત થયો હતો. પોલીસે માંડમાંડ સ્થિતિને કાબૂમાં કરી હતી અને ટ્રાફિકને હટાવ્યો હતો.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, તે ઘટનાની ખાસ તસવીરો....