• Gujarati News
  • Champions League Twenty20 Lahaur And Srilanka Players Reached Raipur

રાયપુર પહોંચ્યા પાકિસ્તાન અને શ્રીલંકાના પ્લેયરો, હફિઝે માન્યો આભાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રાયપુર એરપોર્ટની બહાર નિકળતો પાકિસ્તાનની લાહોર લાયંસ ટીમનો કેપ્ટન મોહમ્મદ હફિઝ.)
રાયપુર : ચેમ્પિયન્સ લીગ ટી-20 ક્રિકેટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની ટીમ લાહોર લાયંસ બુધવારે રાયપુર આવી પહોંચી છે. પાકિસ્તાન ટીમની સાથે શ્રીલંકાની સદર્ન એક્સપ્રેક્સના ખેલાડીઓ પણ રાયપુર પહોંચી ગયા છે. એરપોર્ટ બહાર આવતા જ લાહોર લાયંસ ટીમના કેપ્ટન મોહમ્મદ હફિઝે બધાનો આભાર માન્યો હતો. 12 સપ્ટેમ્બરથી ચેમ્પિયન્સ લીગ ટી-20ના ક્વોલિફાય રાઉન્ડ અને 17 સપ્ટેમ્બરથી મુખ્ય રાઉન્ડનો પ્રારંભ થશે.
મોહમ્મદ હફિઝ ઉપરાંત ઉમર અકમલ, અહેમદ શહેઝાદ, ફાસ્ટ બોલર વહાબ રિયાઝ અને નાસિર જમશેદ જેવા સ્ટાર ખેલાડીઓ આવ્યા છે. ઉમર અકમલે પણ એરપોર્ટ બહાર ઉભેલો પ્રશંસકોનું હાથ હલાવીને સ્વાગત કર્યું હતું. જ્યારે સદર્ન એક્સપ્રેસની ટીમ તિલકરત્ને દિલશાન સાથે આવી છે. આ ટીમમાં કુશલ પરેરા અને પરવેઝ મહારુફ જેવા સ્ટાર ખેલાડી છે.
ન્યૂઝીલેન્ડના ક્રિકેટરોએ માણી શોપિંગની મજા
ન્યૂઝીલેન્ડની નોર્દન નાઇટ્સની ટીમ પણ રાયપુર પહોંચી છે. ન્યૂઝીલેન્ડની ટીમના પ્લેયરો કેન વિલિયમસન, ટિન બાઉલ્સ, સ્કોટ સ્ટાઇરિસ અને ઇન્દર સિંહ સોઢીએ રાયપુરના મૈગ્નેટો મોલમાં જીન્સ પેટ અને ચોકલેટની ખરીદી કરી હતી. મોલમાં રહેલા લોકો ખેલાડીઓ સાથે સેલ્ફી લેવા આતુર બન્યા હતા.
આગળ ક્લિક કરો અને જુઓ, રાયપુર પહોંચેલા ખેલાડીઓની તસવીરો....

Photos : Bhupesh Kesharwani