તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેમ્પિયન્સ લીગ: 92 દેશોની જીડીપી કરતાં યુરોપિયન ફૂટબોલની માર્કેટ વેલ્યૂ વધારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ન્યૂઝ રૂમ: ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ), સ્પેનિશ લીગ (લા લીગા) બાદ ચેમ્પિયન્સ લીગની શરૂઆતની સાથે જ યુરોપિયન ફૂટબોલની નવી સિઝન શરૂ થઇ ગઇ છે. ચેમ્પિયન્સ લીગ, દુનિયાની સૌથી મોટી ફૂટબોલ લીગ છે. 340 દિવસ સુધી રમાનારી આ ટૂર્નામેન્ટના મુખ્ય રાઉન્ડમાં 32 ટીમો રમે છે. તેની વ્યુઅરશિપ 5 અબજથી વધારે છે. ખેલાડીઓ અને ટીમોની અમીરીમાં પણ આ કોઇ પણ રમતની ઇવેન્ટ પર ભારે પડે છે. દુનિયાની 50 અમીર પ્રોફેશનલ ટીમોમાંથી 30 ટીમો ચેમ્પિયન્સ લીગમાં રહે છે.

1.91 લાખ કરોડ રેવન્યૂ, ફક્ત 99 દેશોની જીડીપી તેનાથી વધુ

યૂરોપિયન ફૂટબોલની રેવન્યુ એટલે કે માર્કેટ વેલ્યૂ 1.91 લાખ કરોડ રૂપિયા છે. આ 92 દેશોની જીડીપીથી વધારે છે.ચેમ્પિયન્સ લીગની પ્રાઇઝમની (6600 કરોડ રૂ.) જ 14 દેશોની જીડીપીથી વધારે છે. ભારતની ફક્ત 10 કંપનીઓ જ એવી છે. જેમની માર્કેટ વેલ્યૂ યુરોપિયન ફૂટબોલથી વધારે છે. ચેમ્પિયન્સ લીગમાં રમનારા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લાયોનલ મેસ્સીની અઠવાડિયાનું વેતન (2.66 કરોડ રૂપિયા) છે. જેટલું 90 ટકા ક્રિકેટર્સ વર્ષભરમાં પણ કમાતા નથી. આ જ કારણ છે કે દુનિયાના કોઇ પણ ફૂટબોલરનું સપનું લા લીગા કે ઇપીએલમાં રમવાનું જ હોય છે. જ્યારે રમતમાં દિલચસ્પી ધરાવનારા બિઝનેસમેન પણ પોતાની ટીમ આ લીગમાં રમે તેની ઇચ્છા રાખે છે. યુરોપિયન ફૂટબોલમાં કુલ 727 પ્રોફેશનલ ક્લબ અને સિનિયર લેવલ પર 17,732 ખેલાડી છે.
માન્ચેસ્ટર યુનાઇટેડની બ્રાન્ડ વેલ્યૂ 7800 કરોડ રૂપિયા

- યૂરોપિયન ક્લબોમાં સૌથી વધારે 7801.6 કરોડ બ્રાન્ડ વેલ્યૂ માન્ચેસ્ટર યુનાઇટેડની છે. જે IPLની બ્રાન્ડ વેલ્યૂનું એક ચતુર્થાન્શ
- એક અમેરિકન એજન્સીના 2015ના રીપોર્ટ અનુસાર 2015માં આઇપીએલની બ્રાન્ડ વેલ્યૂ 30,006 કરોડ રૂપિયા હતી.

EPLની 20 ટીમોમાંથી 11ના માલિક સ્વિટ્ઝર્લેન્ડના

- EPLમાં 20 ટીમો, તેમાંથી 8ના માલિક, 3ના સહમાલિક સ્વિસ નાગરિક છે.
- ભારતવંશી બાલાજી રાવ બ્લેકબર્ન રોવર્સ, લક્ષ્મી મિત્તલ ક્વિન્સ પાર્ક રેન્જર્સના માલિક છે. { માન્ચેસ્ટર સિટી, યુએઇના શેખ મન્સૂર જાયેદની ટીમ. શેખ સૌથી અમીર માલિક. સંપત્તિ 2.27 લાખ કરોડથી વધારે.

વિદેશી માલિક ખતરો છે

ઇપીએલ ટીમોના વિદેશી માલિકોના હાથમાં જવું તે ખતરા સમાન છે.જો અડધી ટીમોના માલિક બિન યૂરોપિયન થઇ જશે તો તે અલગ લીગ બનાવી શકે છે. - આર્સેન વેંગર, આર્સેનલના કોચ.

રોનાલ્ડો ધોનીથી ચાર ગણી કમાણી કરે છે

દુનિયામાં સૌથી વધુ કમાણી કનારા ટોચના પાંચ ખેલાડીઓમાં બે ફૂટબોલર છે. રિયલ મેડ્રિડના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા તથા બાર્સેલોનાનો લાયોનલ મેસ્સી બીજા ક્રમે છે. રોનાલ્ડોની વાર્ષિક કમાણી તો ભારતના સૌથી અમીર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની કરતાં ચાર ગણી વધારે છે. ક્રિકેટની જેમ અન્ય રમતો પણ આ મામલામાં ફૂટબોલર્સથી પાછળ છે.
ચેમ્પિયન્સ લીગના ટીવી રાઈટ્સ ISLથી 23ગણા મોંઘા

-7,945 કરોડ રૂપિયામાં ચેમ્પિયન લીગના ટીવી રાઈટ્સ બીટી સ્પોર્ટસે 2015માં 3 વર્ષ માટે ખરીદ્યા હતાં. એટલે કે એક વર્ષના પ્રસારણ અધિકાર માટે 2648 કરોડ રૂપિયા.
- આ રકમ ભારતની ફૂટબોલ લીગ ઈન્ડિયન સુપર લીગ (ISL)થી 23 ગણા વધારે છે.
- ISLના 1 વર્ષનો પ્રસારણ અધિકાર માત્ર 114 કરોડમાં વેચાયો હતો. 10,702 કરોડમાં 2009માં આઈપીએલના ટીવી રાઈટ્સ સોની સ્પોર્ટ્સે 9 વર્ષ માટે ખરીદ્યાં હતાં. એટલે કે એક વર્ષના પ્રસારણ અધિકાર માટે 1189 કરોડ રૂપિયા.
રોનાલ્ડોના માત્ર પગનો વીમો IPLથી પણ વધારે

- 900 કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો હતો. બીસીસીઆઈએ આઈપીએલનો 2012માં.
- 963 કરોડ રૂપિયાનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના માત્ર પગનો વીમો. (2014માં)
અન્ય સમાચારો પણ છે...