જ્યારે પામેલા એન્ડરસને રેસલર સાથે કર્યો દગો, દુશ્મન સાથે મિલાવ્યો હાથ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક. એક તરફ એશિયન મહાદ્રિપમાં ટ્વેન્ટી20 ક્રિકેટનો ફિવર છવાઈ રહ્યો છે, તો બીજી તરફ અમેરિકામાં WWE રેસલિંગની લોકપ્રિયતા જોવા મળી રહી છે. રેસલમેનિયાના બેનર તળી થઈ રહેલા રેસલિંગ મુકાબલામાં અંડરટેકર અને બ્રોક લેસનર વચ્ચે થનારા મુકાબલાને લઈને જોરદાર ચર્ચા છે. કેટલાકના મતે ‘ધ ડેડમેન‘ ના નામે પ્રખ્યાત અંડરટેકર લેસનર સામે ટકી શકશે નહી, તો કેટલાક લોકો લેસનરને કમજોર માને છે.
સ્પોર્ટ્સ અંડરટેનમેન્ટની દૂનિયામાં સૌથી મોટી ઇવેન્ટ ગણાતી રેસલમેનિયામાં ફક્ત પહાડ જેવા પહેલવાનોની ટક્કર જ આકર્ષણનું કેન્દ્ર નથી હોતી, ઘણી વખત અહી ફિલ્મની લઈને અન્ય રમતોની પ્રખ્યાત વ્યક્તિ પોતાની હાજરી આપીને ગ્લેમરમાં વધારો કરે છે.
ફાઇટમાં પામેલા એન્ડરસન પહોંચી
હોલિવુડની લોકપ્રિય એક્ટર પામેલા એન્ડરસન રેસલમેનિયામાં ચાર ચાંદ લગાવી ચુકી છે. 1995માં રેસલર શોન માઈકલ્સે રોયલ રમ્બલનો વિજેતા બનીને 11માં રેસલરેમિયા માટે ક્વોલિફાય કર્યું હતું. તેનો મુકાબલો ‘ડીઝલ’ ના નામથી રીંગમાં ઉતરનાર કેવિન નૈશ સાથે હતો.
શોનને ફાઇનલ પહોંચવાની સાથે સાથે ટીવી સિરિયલ ‘બેય વોચ’ ફેમ પામેલા એન્ડરસનની સાથે રિંગ સુધી પહોંચવાનું ઈનામ પણ મળ્યું હતું. જોકે પામેલા તેની સાથે દગો કરીને કેવિન કેશ સાથે રિંગમાં આવી હતી.
સેલિબ્રિટીનું વિજેતાના સ્થાને હરિફ રેસલર સાથે રિંગમાં આવવું મેચની માર્કેટિંગ સ્ટ્રેટેજીનો એક ભાગ છે. આ મેચમાં પામેલા એન્ડરસને હાજરી આપીને રેસલિંગમાં ગ્લેમરનો ઉમેર્યો કર્યો હતો.
આગળ ક્લિક કરો અને વાંચો, બોક્સિંગ ચેમ્પિયન માઇટ ટાઇસન પણ આવ્યો હતો રેસલમિયાના મંચ ઉપર....