• Gujarati News
  • CCTV Footage Shows Sreesanth, Others With Bookie Jiju Janardhanan

CCTV ફૂટેજમાં સામે આવ્યા હોટલમાં યુવતી સાથે શ્રીસંતના રંગરેલિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેચ પુરી થયા બાદ શ્રીસંત યુવતી સાથે આખી રાત હોટલમાં પુરાઈ રહેતો

રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ ખેલાડી શ્રીસંત અને અંકિત ચૌહાણના કારનામાં ચંદીગઢની એક હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. મેચ પુરી થયા બાદ બંને ખેલાડીઓ બુકી જીજુ સાથે યુવતીઓને લઈને હોટલમાં જતાં હતા અને આખી રાત ત્યાં જ રોકાતા હતાં. શ્રીસંત અને અંકિત ચૌહાણના આ કારનામા ચંદીગઢની એક હોટલમાં લગાવવામાં આવેલા છ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.

શ્રીસંતને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોર્ટમાંથી તેને જામીન મળી જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસ તેના રિમાન્ડ વધારવાના મૂડમાં નથી. જ્યારે બીજી તરફ પોલીસ રવિવારે ગુરુનાથના ઘરે રેડ પાડી હતી.પોલીસે સવારે દસ વાગ્યાથી તેના ઘરની ઝડતી લેવાની શરૂઆત કરી હતી.

આઠ મેના રોજ રાજસ્થાન રોયલ્સ ટીમ સાંજે સાડા સાત વાગ્યે હોટલમાં પરત ફરી હતી. તેના બે કલાક બાદ શ્રીસંત, ચૌહાણ અને બુકી જીજુના ખેલ શરૂ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રાત્રે સવા દસ વાગ્યે ચૌહાણ અને જીજુએ શ્રીસંતના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ચૌહાણના હાથમાં એક ગિફ્ટ પેક પણ હતું. શ્રીસંતે દરવાજો ખોલ્યાની દસ મિનિટ પછી કાળા રંગના કપડા પહેરેલી એક યુવતી તેના રૂમમાં આવી હતી. થોડા સમય પછી અન્ય બે લોકો અહીં આવી પહોંચ્યા હતા. ત્યાં સુધી એ છોકરી શ્રીસંતના રૂમની બહાર જ ઉભી હતી.

રાત્રે 10.55 વાગ્યે ચૌહાણ, શ્રીસંત અને તે યુવતી હોટલમાંથી ચાલ્યા ગયા હતા. ચાર કલાક બાદ શ્રીસંત સફેદ અને કાળા રંગનો ડ્રેસ પહેરેલી એક અન્ય યુવતી સાથે જોવા મળ્યો હતો. આ સમયે રાતના બે વાગીને 16 મિનિટ થઈ હતી. શ્રીસંત આ યુવતીને લઈને પોતાની રૂમમાં જઈ રહ્યો હતો. ચૌહાણ પણ તેની પાછળ આવી રહ્યો હતો. ત્યાર બાદ ત્રણ વાગીને 55 મિનિટે શ્રીસંત એકલો જ રૂમમાંથી બહાર નીકળી ગયો હતો.

શ્રીસંત અને ચૌહાણના કાળ કામની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...વાંચો છોકરીઓના નંબર્સની કહાણી.....