કેરોલિન વોઝનિયાકી ટેનિસ સ્ટાર તથા સફળ મોડેલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેનમાર્કની ૨૨ વર્ષીય સુંદર લલના કેરોલિન વોઝનિયાકી ટેનિસની વ્યસ્તતાની વચ્ચે પણ મોડેલિંગ, જાહેરખબરના શૂટિંગ, ચેરિટી કાર્યો તથા બિઝનેસનો વિકાસ કરવા માટેનો સમય ફાળવી લે છે. - ૦૪ અબજ રૂપિયાની કમાણી કરી છે પાંચ વર્ષમાં - ૩૦ કરોડ રૂપિયાના બે ફ્લેટ છે - ૪૦ કરોડની કમાણી કરી છે ચાલુ વર્ષે મોડેલિંગમાં પણ પાછળ નથી પોતાના નામના અંડરવેર 'કેરોલિન વોઝનિયાકી’ની તે મોડેલ છે. આ ઉપરાંત યુરોપિયન દેશોની અન્ય પ્રોડક્ટ માટે પણ મોડેલિંગ કરે છે. ફેશન-શોમાં પણ વોઝનિયાકી લોકપ્રિય નામ છે. જાહેરખબરોમાં એડીદાસ, યોનેક્સ, પ્રોએક્ટિવ, ઓરલીફ્લેમ, કમ્પીડ, દુબઇ, ડયુટી ફ્રી, ટર્કિસ એરલાઇન, રોલેક્સ, સોની એરિક્સન, ઇ-બોક્સ ચેરિટી કાર્યોમાં ડાયરેક્ટ માર્કેટિંગથી જરૂરિયાતવાળાને સીધો લાભ મળે તે માટે ઓરલીફ્લેમ વગેરેના ચેરિટી કાર્યોમાં સામેલ થાય છે. વોઝનિયાકીને આ ચીજો પસંદ છે - ભોજન : ટાકોસ (ફાસ્ટ ફૂડ) -ટીવી શો: હાઉસ - સંગીત : પિયાનો વગાડવાનું - બ્યુટી પ્રોડક્ટ : પ્રોએક્ટિવ - અભિનેતા : જ્હોની ડેપ - ફિલ્મો : ટાઇટેનિક, વેડિંગ ક્રેશર્સ, લોર્ડ ઓફ રિંગ્સ લવગેમ આયર્લેન્ડના જાણીતા ગોલ્ફર લેરી મેક્લોરોય સાથે છેલ્લાં કેટલાંક વર્ષથી લવગેમ ચાલુ છે. બંને એકબીજાના પ્રોફેશનલ કેરિયરનો આદર કરે છે તેથી રમત પ્રત્યેની વ્યસ્તતાના કારણે તેમના વ્યક્તિગત જીવન પર કોઇ પ્રભાવ પડતો નથી. પરિવારની એક ઝલક પિતા ડેનમાર્ક તથા પોલેન્ડમાં પ્રોફેશનલ ફૂટબોલર હતા. નાનો ભાઇ પેટ્રિક હજુ પણ ડેનમાર્કનો ફૂટબોલર છે. માતા ડેનમાર્કની નેશનલ ટીમ માટે વોલિબોલ રમી ચૂકી છે.