ચંદ્રપોલને લઇને વિવાદ વધ્યો: લારાએ કહ્યું- સચિનની જેમ સન્યાસ લેવાનો હકદાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ અનુભવી ખેલાડી શિવનારાયણ ચંદ્રપોલને ટેસ્ટ ટીમમાંથી બહાર કરાતા વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડની ટિકા કરી છે. લારાએ જણાવ્યુ કે ચંદ્રપોલ ગત બે દશકથી દેશ માટે ક્રિકેટ રમી રહ્યોં છે. તેને તે રીતનો સન્યાસ લેવાની તક આપવી જોઇએ જે રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સચિન તેંડુલકરને આપી હતી. મહત્વપૂર્ણ છે કે ખરાબ ફોર્મમાંથી પ્રસાર થઇ રહેલા ચંદ્રપોલને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની બે ટેસ્ટ મેચોની સીરીઝથી બહાર રાખવામાં આવ્યો છે.
ટેસ્ટ ટીમથી બહાર થયા છતા રિટાયરમેન્ટ ન લેવાના મૂડમાં દેખાઇ રહેલા ચંદ્રપોલને વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર્સ બ્રાયન લારાનો સપોર્ટ મળ્યો છે. આ મામલે લારાએ જણાવ્યુ, “ અહી વાત નમ્બર, રન કે સરસાઇની નથી. ચંદ્રપોલ 1994થી અત્યાર સુધી દેશ માટે ક્રિકેટ રમી રહ્યોં છે. બદલામાં અમે તેને શું આપ્યુ. ઓછામાં ઓછી તેને સમ્માનજનક વિદાઇની તક તો આપવી જોઇએ.
સચિન તેંડુલકરની ફેરવેલ સાથે કરી તુલના
લારાએ આ માટે બીસીસીઆઇ અને સચિન તેંડુલકરની ફેરવેલનું ઉદાહરણ આપ્યુ હતું. લારાએ જણાવ્યુ, “ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડને બીસીસીઆઇ પાસેથી કઇક શીખવાની જરૂર છે. તેને સચિન તેંડુલકરને વિદાઇ આપવા માટે ટેસ્ટ સીરીઝ આયોજિત કરી દીધી હતી. અમારે પણ આવુ કઇક કરવુ જોઇએ. તેના રમવાનો અર્થ કોઇ રેકોર્ડથી ન નીકાળવો જોઇએ. તમને જણાવી દઇએ કે ચંદ્રપોલ લારાના રનોના રેકોર્ડથી માત્ર 86 રન પાછળ છે. વેસ્ટ ઇન્ડિઝના અનુભવી ખેલાડી ચંદ્રપોલે 164 ટેસ્ટ મેચોમાં 51.37ની સરસાઇથી 11,867 રન બનાવ્યા છે. જેમાં 30 સદી અને 66 અડધી સદી શામેલ છે. ત્યાં લારાના 11,953 રન છે.
લારાએ ચંદ્રપોલને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે સિલેક્ટ કરવાની અપીલ કરતા જણાવ્યુ કે આ તેની વિદાઇ સીરીઝ હોવી જોઇએ. એવામાં તે બેવડી સદી ફટકારે કે ઝીરો રને આઉટ થાય તે મહત્વનું નથી. જો કે વેસ્ટ ઇન્ડિઝના કોચ ફિલ સિમન્સ, ચેરમેન ઓફ સિલેક્ટર્સ ક્લાઇવ લોયડ ચંદ્રપોલની પસંદગીને નકારી ચુક્યા છે.
અન્ય સમાચારો પણ છે...