કન્ફેડરેશન કપમાં બ્રાઝિલની હેટ્રિક, ખૂશીથી ઝૂમી ઊઠ્યા બ્રાઝિલિયન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફાઈનલમાં વર્લ્ડ તથા યુરોપિયન ચેમ્પિયન સ્પેનને ૩-૦થી પરાજય આપ્યો
- બ્રાઝિલ માટે ફ્રેડે ૨ તથા નેમારે ૧ ગોલ નોંધાવ્યો


બ્રાઝિલે પોતાના ઘરઆંગણાના મારકાના સ્ટેડિયમમાં પોતાની ફૂટબોલ રમતનું શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ તથા યુરોપિયન ચેમ્પિયન સ્પેનને ૩-૦થી હરાવીને સતત ત્રીજી વખત કન્ફેડરેશન કપ ફૂટબોલનું ટાઇટલ જીતી લીધું હતું. બ્રાઝિલની ટીમે ફ્રેડના બે ગોલ તથા નેમારના એક ગોલની મદદથી સ્પેનને રમતના તમામ પાસામાં વામણું પુરવાર કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. સ્પેને સેમિફાઇનલમાં ઇટાલીને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું પરંતુ સાંબા સ્ટાર્સ સામે સ્પેનિશ ટીમ દબાણ હેઠળ વેરવિખેર થઇ ગઇ હતી. બીજા હાફમાં પેનલ્ટી પણ સ્પેને ગુમાવી હતી. સર્જિયો રામોસનો શોટ ગોલપોસ્ટની બહાર જતો રહ્યો હતો.

બ્રાઝિલના કોચ લુઇ ફિલિપ સ્કોલારીએ જણાવ્યું હતું કે આગામી વર્ષે બ્રાઝિલમાં યોજાનારા વર્લ્ડ કપની તૈયારીને ધ્યાનમાં રાખતા આ અમારા માટે શાનદાર પરિણામ રહ્યું છે. લોકો જાણે છે કે અમારી આગામી વર્ષે વધારે આકરી કસોટી થશે. અમે વધારે આત્મવિશ્વાસ સાથે તૈયારી કરી શકીએ છીએ. સ્પેનના કોચ વિન્સેન્ટ ડેલ બોસ્કે કબૂલાત કરી હતી કે અમારી ટીમે આસાનીથી શરણાગતિ સ્વીકારી લીધી હતી. બ્રાઝિલ અમારા કરતાં વધારે સારી ટીમ છે.

ફુટબોલ ગ્રાઉન્ડ પર મેચ શરૂ થયા પહેલાં શું થયું હતું આ વાંચવા માટે આગળ ક્લિક કરો...