તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરાસ્વિમર ડેનિયલે 16મો મેડલ જીત્યો, રોય પર્કિન્સને 10 સેકન્ડ્સથી હરાવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિયો ડી જાનેરો : બ્રાઝિલના સ્ટાર પેરાલિમ્પિયન સ્વિમર ડેનિયલ ડાયસે એસ-5 કેટેગરીની 200 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની કારકિર્દીનો 16મો મેડલ જીત્યો હતો. ડેનિયલને પેરાલિમ્પિકનો અમેરિકન સ્ટાર સ્વિમર માઇકલ ફેલ્પ્સ તરીકે વર્ણવવામાં આવે છે પરંતુ પેરાસ્વિમરે ભારપૂર્વક જણાવ્યું હતું કે હું ડેનિયલ ડાયસ છું અને હું મારી અલગ છાપ ઊભી કરવા માગું છું. જોકે ફેલ્પ્સ જેવા મહાન સ્વિમર સાથે મારી તુલના કરવામાં આવે છે તેનો મને આનંદ છે. હાથે અને પગે ખોડ ધરાવતા 28 વર્ષીય ડેનિયલે અમેરિકાના રોય પર્કિન્સને 10 સેકન્ડના સમયથી હરાવ્યો હતો.

પેરાસ્વિમિંગના ફેલ્પ્સ તરીકે ગણના થઇ, જન્મથી પૂરા હાથ-પગ નથી

ડેનિયલને રિયો પેરાલિમ્પિકની હજુ આઠ ઇવેન્ટમાં ભાગ લેવાનો છે અને તે સંભવિત 24 મેડલ્સ સુધી પહોંચીને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ કાઉડ્રીના 23 મેડલ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. જોકે હાલમાં નિવૃત્ત અમેરિકન સ્વિમર ટ્રિસા ઝોર્ન 55 પેરામેડલ્સ સાથે સર્વકાલિન મહાન ખેલાડી બની ચૂકી છે. ડેનિયલ જો 2020ની ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેશે તો તે માઇકલ ફેલ્પ્સના 23 ગોલ્ડ સહિત 28 મેડલ્સના રેકોર્ડને તોડી શકે છે. ડેનિયલ 2012ની લંડન પેરાગેમ્સમાં પણ બ્રાઝિલનો સૌથી સફળ એથ્લેટ રહ્યો હતો.

જન્મથી જ વિકલાંગ હતો

1988ની 28મી મેએ ડેનિયલનો જન્મ થયો ત્યારે જ તેની માતા રેચલ ડાયસ જાણતી હતી કે કશુંક ખોટું છે. તેણે તબીબોને પૂછપરછ કરી તો તેમને જણાવાયું હતું કે તેમનો પુત્ર પૂરા હાથ તથા પગ વિના જન્મ્યો છે. તેણે 16 વર્ષની વયે સ્વિમિંગ ચાલુ કર્યું હતું અને સિડની, એથેન્સ, બેઇજિંગ તથા લંડનમાં મેડલ જીત્યા બાદ રિયો પેરાલિમ્પિકની ફ્લેમ પણ સળગાવવાનું સન્માન મેળવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો