• Gujarati News
  • American Professional Boxer Evander Holyfield Latest News

સફળતાના નશામાં કરી નાખી એક ભૂલ, એક ઝટકામાં ગુમાવી દીધા કરોડો રૂપિયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો:ગર્લફ્રેન્ડ માર્લે ટેલર સાથે હોલીફીલ્ડ.)
ન્યૂયોર્ક : બોક્સિંગની દૂનિયામાં દિગ્ગજ એવેંડર હોલીફીલ્ડના નામ ઘણુ પ્રચલિત છે. આ એ જ હોલીફીલ્ડ છે, જેના બોક્સિંગ પંચનો જવાબ ન આપી શકતા માઇકલ ટાયસને એક ફાઇટમાં તેનો કાન કરડી ખાધો હતો. હોલીફીલ્ડના ગ્લેમરસ દિવસોમાં એક નાની ભૂલના કરણે 85 કરોડ રૂપિયાનું નુકશાન ઉઠાવવું પડ્યું હતું. હોલીફીલ્ડ વિવાદમાં અને ફાઇટમાં હરિફ બોક્સર ટાયસન કરતા ધણો આગળ રહ્યો છે.
પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર હોલીફીલ્ડે બે દિવસ પહેલા જ પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો. હોલીફીલ્ડનો જન્મ 19 ઓક્ટોબર 1962માં થયો હતો.

આ માટે થયું હતું કરોડનું નુકશાન
2008માં લોન ઉપર 109 રૂમવાળુ મકાન ખરીદનાર હોલીફીલ્ડે ખોવાના વારો આવ્યો હતો, કારણ કે તેણે યોગ્ય સમયે લોન ન ભરતા બેન્કે તેના ઘરની હરાજી કરી નાખી હતી. તેણે ઘર ખરીદ્યું ત્યારે તેની કિંમત 84 કરોડ હતી પણ બેન્કે ફક્ત 45 કરોડ રૂપિયામાં ઘરની હરાજી કરી નાખી હતી. યોગ્ય સમયે ઘર વેચ્યું હોય તો તેના આ ઘરની કિંમત અરબો રૂપિયા આવત.
6 મહિલાઓથી 11 બાળકો
હોલીફીલ્ડ પોતાની ગ્લેમરસ લાઇફ માટે પણ ચર્ચામાં રહ્યો છે. તેના શાનદાર દિવસોમાં ઘણી યુવતીઓ તેના ઉપર ફિદા હતી, આ કારણોસર તેનું ઘણી મહિલા સાથે નામ ચર્ચાયું છે. હોલીફીલ્ડના 6 મહિલાઓથી 11 બાળકો હતા.
પુત્ર - એલિજાહ, જેદિદિયાહ, એલિયાહ એસિઆસ, એવેંડર જૂનિયર, એલિઝર, એવિન.

પુત્રી - એડન, એબોન, એવેટ, એમાની, ઇવ એલિઝાબેથ.
બોક્સિંગ કારકિર્દી
57 ફાઇટ
44 જીત
29 નોકઆઉટ
10 પરાજય
2 ડ્રો
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, મહાન બોક્સર હોલીફીલ્ડની લક્ઝરી લાઈફ...