તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપરેશન બાદ માત્ર 10 વીકમાં બનાવી આવી બોડી, જાણો કઇ રીતે કરી કમાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: 'જેટલુ અમે વિચારીએ છીએ, અમારૂ શરીર અને મન તેનાથી વધુ મજબૂત છે.' 26 વર્ષના બોડી બિલ્ડર ડીટર વેગેનરે પોતાના આ વિચારને જીવનમાં ઉતાર્યો હતો. તેને એપેન્ડિક્સના ઓપરેશનના 10 અઠવાડિયા બાદ જ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ઉતરીને રમત પ્રત્યે પોતાનું જનૂન બતાવ્યુ હતું.
ભાનમાં આવ્યો ત્યારે હતો હોસ્પિટલમાં
- ડીટર અનુસાર, 'એક દિવસમાં પોતાની ઓફિસમાં બેઠીને કામ કરી રહ્યો હતો, અચાનક પેટમાં દુખાવો શરૂ થઇ ગયો.'
- 'મે તેને ઇંગ્નોર કર્યો, થોડી વાર પછી દર્દ વધી ગયો અને હું ચક્કર ખાઇને પડી ગયો. જ્યારે મને ભાન આવ્યુ ત્યારે હોસ્પિટલમાં હતો.
- 'ડોક્ટરોએ જણાવ્યુ કે એપેન્ડિક્સ ફાટી ગયુ છે અને ઓપરેશન કરવુ પડશે. ઓપરેશન બાદ ડોક્ટરોએ મને છ અઠવાડિયા સુધી વજન ઉઠાવવાનો ઇનકાર કર્યો હતો.
- આ ઘણી દુખદ વાત હતી. હું તેની પર વિશ્વાસ કરી શકતો નહતો. આ મારા જીવનની સૌથી દુખદ ક્ષણ હતી.
- હું ડોક્ટરોને ખોટા સાબિત કરવા માંગતો હતો, માટે ફરી જીમ જવાનું શરૂ કરી દીધુ.
- મે યોર્કશાયરમાં બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે તૈયારી શરૂ કરી દીધી હતી.
- તેની માટે મે પર્સનલ ટ્રેનર ડોમિનિક હેલીને નિયુક્ત કર્યા હતા. તેને મારૂ ટ્રેનિંગ શેડ્યૂલ અને
ડાયટ ચાર્ટ તૈયાર કર્યો હતો.
- મારી ગર્લફ્રેન્ડ રોબેને પણ મને મોટિવેટ કરી. આ બન્ને હંમેશા મારી પોગ્રેસનું ધ્યાન રાખતી હતી.
- ધીમે-ધીમે મારી બોડી ટોન્ડ થવા લાગી. મે તાજેતરમાં જ યોર્કશાયરમાં એનપીએ યોર્કશાયર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.
આમ કરવુ ઘણુ મુશ્કેલ હતું
- ડીટરના ટ્રેનરે કહ્યું કે તે ઘણો જોરદાર વ્યક્તિ છે. બોડી બિલ્ડિંગ માટે તેનું કમિટમેન્ટ ગજબનો છે.
- ટ્રેનર અનુસાર, 'સર્જરીના માત્ર અઢી મહિના બાદ જ બોડીને ટોન્ડ કરવી અને ચેમ્પિયનશિપમાં ભાગ લેવો અશક્ય છે.'
આગળની સ્લાઈડ્સમાં જુઓ, બોડી બિલ્ડરની વધુ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો