તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLએ મજૂરના દીકરાને બનાવ્યો કરોડપતિ, મેકગ્રાથ પણ છે તેનો દીવાનો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર નાથૂ સિંહ 21માં (8 સપ્ટેમ્બર,1995) જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. નાથૂ આ વર્ષે ફેબ્રુઆરીમાં તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે IPLની હરાજીમાં તે 3.2 કરોડમાં વેચાયો હતો. નીતા અંબાણીની ટીમ મુંબઇ ઇન્ડિયન્સે તેને ખરીદ્યો હતો. 10 લાખની બેસ પ્રાઇસ ધરાવનાર આ ક્રિકેટરને લેવા માટે પૂણે સુપરજાયન્ટ અને દિલ્હી ડેરડેવિલ્સ જેવી ટીમો પણ મેદાનમાં હતી. નાથૂના પિતા એક મજૂર છે જે મહિને માત્ર 7 હજાર રૂપિયા કમાય છે.
મજૂરનો દીકરો કેવી રીતે બન્યો સ્ટાર ક્રિકેટર
- નાથૂ સિંહના પિતા ભરત સિંહ વાયર ફેકટ્રીમાં મજૂરી કરે છે અને મહિને 7 હજાર રૂપિયા કમાય છે
- ભરત પહેલા ખેતી કરતા હતા પરંતુ જ્યારે ખર્ચો વધી ગયો તો ફેકટ્રીમાં નોકરી કરવા લાગ્યા. ટિન શેડથી બનેલા તેમના ઘરમાં બે રૂમ છે
- ગલી ક્રિકેટ રમતા કોઇએ કહ્યું કે નાથૂ ઘણી ફાસ્ટ બોલ ફેકે છે તેને ક્રિકેટ શીખાવી જોઇએ
- ક્રિકેટ ને વધુ ન સમજી શકનારા ભરત સિંહે પુત્રના ટેલેન્ટને સમજતા તેને આગળ વધાર્યો હતો
- નાથૂને ક્લબ મોકલવાનું શરૂ કર્યુ, જેની વાર્ષિક ફી 10 હજાર રૂપિયા હતી. બે મહિનાની ફી ભરી અને કહ્યું કે પહેલા રમો પછી જોઇશું
- ખુદ ક્યારેક સાયકલથી તો ક્યારેક બસમાં પુત્રને કોચિંગ માટે મુકવા જતા હતા
- બે મહિનામાં જ નાથૂ એકેડમીનો સ્ટાર ખેલાડી બની ગયો.પરિવારની હાલત જોતા એકેડમીએ જ તેની ફી ભરી હતી
- નાથૂ સારૂ ક્રિકેટ રમવા લાગ્યો અને અંડર-19 ટીમમાં સિલેક્શન થઇ ગયું

દિગ્ગજોને કર્યા ઇમ્પ્રેસ

- અહી નાથૂએ કેટલાક દિગ્ગજ ક્રિકેટર્સનું રમતથી દિલ જીત્યું હતું, જેમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા અને ભારતીય સિલેક્ટર સંદીપ પાટિલ શામેલ છે
- નાથૂ 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી શકે છે. રણજી ટ્રોફીમાં ડેબ્યૂ મેચમાં જ નાથૂ સિંહે 7 વિકેટ ઝડપી હતી
- તેને જોરદાર પ્રદર્શન કરતા ગૌતમ ગંભીરની પણ વિકેટ લીધી હતી
- રાહુલ દ્રવિડ અને ગૌતમ ગંભીર જેવા સ્ટાર ભારતીય ક્રિકેટર્સ પણ નાથૂની જોરદાર સ્પીડના દિવાના છે

ખુદને માને છે આઇડલ

- નાથૂ ખેલાડી તરીકે સચિન તેંડુલકર અને દક્ષિણ આફ્રિકન ખેલાડી ગ્રીમ સ્મિથને પસંદ કરે છે પરંતુ ખુદને જ પોતાનો આઇડલ માને છે
- નાથૂ માને છે કે તે ઘણો સંઘર્ષ બાદ અહી પહોચ્યો છે અને તેમાં તેના પિતાની કડક મહેનત રહી છે. પિતા રાત દિવસ મહેનત કરીને રૂપિયા ભેગા કર્યા અને તેને અહી સુધી પહોચાડ્યો હતો.

આગળની સ્લાઈડ્સ માં જુઓ, નાથૂ સિંહ અને તેના ઘરની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો