તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસી. મીડિયાએ કોહલીને ટ્રમ્પ સાથે સરખાવ્યો, BIG B વિરાટના સપોર્ટમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન મીડિયાએ વિરાટ કોહલીની તુલના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરતા અમિતાભ બચ્ચન ભારતીય કેપ્ટનના સપોર્ટમાં આવ્યા છે. અમિતાભે લખ્યુ, 'ઓસ્ટ્રેલિયન મીડિયા વિરાટને રમતની દુનિયાનો ટ્રમ્પ કહી રહી છે, તેને વિનર અને પ્રેસિડેન્ટ માનવા માટે આભાર.' 
 
શું લખ્યુ હતું ઓસ્ટ્રેલિયન મીડિયાએ
 
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયન મીડિયા વિરાટ પર સતત નિશાન સાધી રહી છે.
- તાજેતરમાં જ સિરીઝની ત્રીજી ટેસ્ટ પૂર્ણ થઇ છે. તે બાદ ઓસ્ટ્રેલિયન અખબાર ડેલી ટેલીગ્રાફે એક આર્ટિકલમાં વિરાટની તુલના ટ્રમ્પ સાથે કરી હતી.
- જેમાં લખવામાં આવ્યુ, ‘કોહલી વૈશ્વિક રમતોનો ડોનાલ્ડ ટ્રમ્પ બની ગયો છે. ટ્રમ્પની માફક કોહલી પણ તેના કરતૂતો માટે મીડિયાને દોષ આપે છે.’
 
ગાવસ્કરે કર્યો હતો બચાવ
 
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં બન્ને ટીમના ખેલાડી વિવાદને કારણે પણ ચર્ચામાં છે. કોહલીનું બેટ ચાલતુ નથી.
- કોહલી પર ઓસ્ટ્રેલિયન મીડિયાના હુમલાનો ગાવસ્કરે બચાવ કર્યો હતો.
- મીડિયા રિપોર્ટ્સમાં તેમને કહ્યું કે આપણે ઓસ્ટ્રેલિયન મીડિયાની વાતોથી પરેશાન થવાની જરૂર નથી. તે ઓસ્ટ્રેલિયન ટીમના સપોર્ટ સ્ટાફની જેમ જ કામ કરે છે. તેનાથી પૂરૂ ધ્યાન ક્રિકેટથી હટીને મેદાન બહારના મુદ્દે પહોચી જાય છે.
 
બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે થઇ હતી બોલાચાલી
 
- રાંચી ટેસ્ટ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વચ્ચે કેટલીક વખત બોલાચાલી પણ થઇ હતી. જ્યારે ડીઆરએસ લેવા માટે સ્ટીવ સ્મિથે ડ્રેસિંગ રૂમ તરફ જોયુ તો વિરાટ કોહલી ભડકી ગયો હતો.઼
- કેટલાક દિગ્ગજોએ પણ સ્મિથના આ વલણને ખોટુ ગણાવ્યુ હતું. વિરાટને ઇજા થઇ ત્યારે તે જલ્દી આઉટ થઇ ગયો હતો ત્યારે મેક્સવેલે પોતાના ખભા પર હાથ રાખીને તેની મજાક ઉડાવી હતી.
 
કોહલીએ ખભો પકડી આપ્યો હતો સ્મિથને જવાબ
 
- ત્રીજી ટેસ્ટમાં ડેવિડ વોર્નર આઉટ થતા વિરાટ કોહલીએ પોતાનો ખભો પકડી ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
- વિરાટનું કહેવુ હતું કે આ પહેલા તેની ઇજાની પણ મજાક ઉડાવવામાં આવી હતી.
- આ મામલે ઓસ્ટ્રેલિયન મીડિયાના આર્ટિકલમાં લખવામાં આવ્યુ કે એવુ કોઇ પણ ફૂટેજ નથી, જેમાં સ્મિથ આવી હરકત કરતો જોવા મળી રહ્યો હોય
- આર્ટિકલમાં આઇસીસી અને બીસીસીઆઇ પર પણ નિશાન સાધવામાં આવ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ, વિરાટ સતત ભૂલ કરી રહ્યો છે પરંતુ આઇસીસી અને બીસીસીઆઇ કોઇ એક્શન નથી લઇ રહ્યું 
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો