તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિયાન્ચીની સર્જરી કરાઈ, પરિવાર જાપાન રવાના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બિયાન્ચીની સર્જરી કરાઈ, પરિવાર જાપાન રવાના
- મારુશિયાના આ ડ્રાઇવરને માથામાં ગંભીર ઇજા થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
યોકોચ્ચી (જાપાન) : જાપાન ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા-1 દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા મારુશિયાના ડ્રાઇવર જુલેસ બિયાન્ચીના પિતા જાપાન માટે રવાના થઇ ગયા છે. ફ્રાન્સના આ ડ્રાઇવરની રવિવારે ઇમરજન્સી સર્જરી કરાવવી પડી હતી. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ એસોસિયેશનને જણાવ્યું હતું કે મારુશિયાના આ ડ્રાઇવરને માથામાં ગંભીર ઇજા થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બિયાન્ચીની સ્થિતિ અંગે માહિતી મેળ‌વવા માટે મેડિકલ સેન્ટર ખાતે સંખ્યામાં સમર્થકો તથા પત્રકારો હાજર રહ્યા હતા.
હોસ્પિટલ તરફથી પણ ડ્રાઇવરની સ્થિતિ અંગે કોઇ નિવેદન કરવામાં આવ્યું નહોતું અને તમામને એફઆઇએના આ બાબતે પૂછવા અંગે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફોર્મ્યુલા-1 ડ્રાઇ‌વર પેસ્ટર માલડોનાડો તથા ફેલિપ માસ્સા પણ બિયાન્ચીની હાલત જોવા માટે હોસ્પિટલ ગયા હતા. બિયાન્ચીના પિતા સોમવારે સાંજે પોતાના પુત્ર પાસે પહોંચી ગયા હતા.