ભૂપતિ-સાનિયાની જોડી સેમિફાઇનલમાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિક્સ ડબલ્સમાં ક્વિટોવા તથા માઇકની જોડીને હરાવી અપસેટ સર્જ્યો ભારતના અનુભવી ખેલાડી મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાની જોડીએ પોતાના બીજા ગ્રાન્ડ સ્લેમ તરફ આગેકૂચ જારી રાખીને અહીં રમાતી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભૂપતિ અને સાનિયાની સાતમી ક્રમાંકિત જોડીએ ચેક રાષ્ટ્રની ક્વિટોવા પેશ્ચકે તથા અમેરિકાના માઇક બ્રાયનની બીજી ક્રમાંકિત જોડીને એક કલાકની અંદર જ ૬-૨, ૬-૩થી હરાવીને અપસેટ સજ્ર્યો હતો. ક્લે કોર્ટ મેજર પર રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડીએ તેમના તમામ ચારેય બ્રેક પોઇન્ટ બચાવ્યા હતા અને તેમણે પાંચમાંથી ચાર પોઇન્ટ પોતાની તરફેણમાં કરીને મુકાબલાને એકતરફી બનાવી નાખ્યો હતો.