• Gujarati News
  • Beating India Is No Longer An Upset: Mashrafe Mortaza

બાંગ્લાદેશી પ્લેયરનો પડકાર, ભારતને પરાજય આપવો કોઈ મોટી વાત નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મીરપુર. એશિયા કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર છે. વિદેશી ધરતી ઉપર કંગાળ પ્રદર્શન બાદ ટિકાઓ સહન કરી રહેલી ભારતીય ટીમ માટે આ ટૂર્નામેન્ટમાં પણ ઘણા પડકાર છે. જોકે કાર્યકારી કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરી છે.
બીજી તરફ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુશર્રફ મુર્તુઝાના મતે ભારતની ટીમને હરાવવા અમે તૈયાર છીએ. અમે ભારતની એક મજબૂત ટીમ માનીએ છીએ પણ તેથી દબાણમાં આવી જવાની કોઈ જરૂર નથી, કારણ કે આ પહેલા અમે ભારત સામે વિજય મેળવી ચુક્યા છીએ. ગત એશિયા કપમાં પણ અમે ભારતીય ટીમને હરાવી હતી.
30 વર્ષિય મુર્તુઝાના જણાવ્યા પ્રમાણે હું ભારત સામેની જીતને ઘણી મોટી માનતો નથી, કારણ કે અમ પહેલા પણ ભારતને હરાવી ચુક્યા છીએ. અમારા હોમગ્રાઉન્ડમાં મેચ રમવાનો અમને ફાયદો થશે. ભારત માટે છેલ્લી કેટલીક શ્રેણી સારી રહી નથી. જેનો અમને ફાયદો થશે.
અમે ભારત સામે શાનદાર પ્રદર્શન કરીશું તો અમે અવશ્ય વિજય મેળવીશું. ભારતની બેટિંગ લાઇન વર્લ્ડક્લાસ છે. જેથી તેમના બેટ્સમેનોને રોકવો અમારા માટે સૌથી મોટો પડકાર રહે છે.
આગળ ક્લિક કરો અને જાણો, ગાંગુલીએ કોને આપ્યો ગુરુમંત્ર....