સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે વેસ્ટ ઇન્ડીઝમાં છે. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ પ્રેસિડેન્ટ ઇલેવન સામે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. જે બન્ને ડ્રો થઇ હતી. આ દરમિયાન ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલની બીયર સાથેની તસવીર વાયરલ થતા બીસીસીઆઇ નારાજ થયુ છે.
BCCI ભારતીય ખેલાડી પર થયુ નારાજ
- BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) લોકેશ રાહુલ, ઉમેશ યાદવ અને સ્ટુઅર્ટ બિન્નીની એક તસવીરથી નારાજ થયું છે.
- ભારતીય ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેઓ બીચ પર આરામ કરી રહ્યાં છે અને તેમના હાથમાં બીયર પણ છે.
- ખેલાડીઓની આ હરકત બીસીસીઆઇને પસંદ નહોતી આવી,.
- કેટલાક ખેલાડીઓએ સોશિયલ મીડિયામાં તસવીર શેર કરી હતી જેમાં એક હાથમાં બીયરનો પિટ દેખાઇ રહ્યો હતો.
- ખેલાડીઓની આ તસવીર ત્યારની છે જ્યારે તે વેસ્ટ ઇન્ડીઝના જાણીતા બીચ સેંટ નેવિસ ગયા હતા.
- તે બાદ બીસીસીઆઇએ ટીમના મેનેજર રિયાઝ ભગવાનના માધ્યમથી ખેલાડીઓને પોતાની સલાહ આપી હતી.
- બીસીસીઆઇ અનુસાર ક્રિકેટર ભારતમાં કેટલાક બાળકોના રોલ મોડલ છે, એવામાં ખુદને એક સારી રીતે રજૂ કરવો જોઇએ જેથી બાળક તેમને આદર્શ બનાવી શકે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ભારતીય ક્રિકેટર્સની વેસ્ટ ઇન્ડીઝમાં મસ્તી કરતી તસવીરો...