DRSના મામલે બીસીસીઆઇએ ધમકી આપી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય ક્રિકેટ બોર્ડે અમ્યાયર્સ રિવ્યૂ ડિસિઝન સિસ્ટમ (ડીઆરએસ) સામે પોતાના વલણને વધારે આકરું બનાવીને ધમકી આપી છે કે જો કોઇ દેશ આ સિસ્ટમને લાગુ કરવા માટે ફરજ પાડશે તો તે દેશ સામેની શ્રેણી રદ કરવામાં આવશે.
ભારતની આ ચેતવણીથી એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે ઓસ્ટ્રેલિયા સામે ૨૨મી ફેબ્રુઆરીથી રમાનારી ઘરઆંગણાની શ્રેણીમાં ડીઆરએસનો ઉપયોગ કરાશે નહીં. જોકે બીજા દેશ પોતાની શ્રેણીમાં આ સિસ્ટમનો અમલ કરતા રહેશે. બીસીસીઆઇની ધમકીના કારણે આઇસીસીની સ્થિતિ કફોડી બની ગઇ છે.
માત્ર બીસીસીઆઇ જ નહીં પરંતુ ભારતના ઘણા ખેલાડીઓ આ ડીઆરએસ સિસ્ટમની વિરુદ્ધમાં છે. આઇસીસીની ગુરુવારે અહીં યોજાયેલી બેઠકમાં ઇસીબીના પ્રતિનિધિ જાઇલ્સ ક્લાર્કે ડીઆરએસની વર્તમાન નીતિમાં ફેરફાર કરવા માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ બીસીસીઆઇએ તેનો વિરોધ કર્યો હતો. જોકે બાકીના બોર્ડે પણ પોતાનો મત સ્પષ્ટ કર્યો નહોતો.