BCCI વિન્ડીઝ બોર્ડને પાઠ ભણાવશે, પાંચ વર્ષ સુધી નહીં રમવા વિચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પરત જઈ રહેલા વેસ્ટ ઇન્ડીઝ ખેલાડીઓની ફાઈલ તસવીર)

-વિવાદ | રદ થયેલા પ્રવાસની સમીક્ષા કરવા માટે બીસીસીઆઇ તત્કાલ બેઠક બોલાવશે
નવી દિલ્હી : બીસીસીઆઇ ભારતનો પ્રવાસ અધવચ્ચેથી રદ કરવા બદલ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ પર 400 કરોડ રૂપિયાનો દાવો માંગી શકે છે. બીસીસીઆઇની કાર્યસમિતિની બેઠક 21મી ઓક્ટોબરે હૈદરાબાદમાં યોજાશે. તેમાં આ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. બીસીસીઆઇના સેક્રેટરી સંજય પટેલે આ અંગે જણાવ્યું હતું કે અમે અમારો મુદ્દો ઉઠાવવા માટે કાયદાના જાણકારોની મદદ લઇ રહ્યા છીએ.
વેસ્ટ ઇન્ડીઝ બોર્ડ અને ખેલાડીઓ વચ્ચેના આપસના વિવાદના કારણે ટીમે ભારતનો પ્રવાસ રદ કરી દીધો હતો જેના કારણે બીસીસીઆઇને નુકસાન ઉઠાવવું પડ્યું છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝ બોર્ડ ભારતનો પ્રવાસ અધવચ્ચેથી છોડી દેનારા પોતાના ખેલાડીઓથી નારાજ છે. ખેલાડીઓના નિર્ણયથી વેસ્ટ ઇન્ડીઝ બોર્ડે ભારતીય બોર્ડને વળતર આપવું પડી શકે છે. વેસ્ટ ઇન્ડીઝ બોર્ડે પણ ખેલાડીઓ અંગે નિર્ણય કરવા માટે 21મી ઓક્ટોબરે બાર્બાડોસમાં તત્કાલિક બેઠક બોલાવી છે. બોર્ડને જો જરૂરી લાગશે તો તે વિદ્રોહ કરનારા ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરી શકે તેવી સંભાવના છે.
બેઠકમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતા

- પાંચ વર્ષ સુધી વેસ્ટ ઇન્ડીઝ સામે કોઇ શ્રેણી ન રમાય
- વેસ્ટ ઇન્ડીઝ બોર્ડ પાસે વળતરની માંગ થઈ શકે
- વેસ્ટ ઇન્ડીઝ ખેલાડીઓને IPLમાં રમવા પર પ્રતિબંધ લાગે
આગળ ક્લિક કરો અને વાંચો, વેસ્ટ ઇન્ડીઝ સામે આગામી પાંચ વર્ષ સુધી નહીં રમવા અંગે વિચાર...