તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે મેચ, ક્રિકેટ પર ભારે પડ્યું ‘કડવા ચોથ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નવી દિલ્હીમાં રમાનાર ત્રીજી વન-ડે ‘કડવા ચોથ’ વ્રતના કારણે એક દિવસ પાછળ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે 19 ઓક્ટોબરના રોજ રમાવાની હતી, જે હવે 20 ઓક્ટોબરના રોજ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારી અને ડીડીસીએના ઉપાધ્યક્ષ સીકે ખન્નાએ આ વાતની પૃષ્ટી કરી છે. નોર્થ ઇન્ડિયામાં આ તહેવાર ઘણી સારી રીતે સેલિબ્રિટ કરવામાં આવે છે. આ દરમિયાન આમ મહિલા સાથે ક્રિકેટર્સની વાઇફ પણ ફાસ્ટ રાખે છે. તેથી આ બધી સ્થિતિ જોઈને મેચની તારીખ બદલવામાં આવી છે.
કેમ ત્રીજી વન-ડે એક દિવસ પાછી ઠેલવાઇ
- બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારી અને ડીડીસીએના ઉપાધ્યક્ષ સીકે ખન્નાએ જણાવ્યું હતું કે, ‘અમે બીસીસીઆઈનો આભાર માનીએ છીએ કે તેમણે મેચ એક દિવસ આગળ કરવાનો આગ્રહ સ્વિકારી લીધો છે. મને કાર્યાલયમાં પૃષ્ટી કરતો સ્વિકૃતિ પત્ર પણ મળી ગયો છે.’
- કોટલામાં રમાનાર મેચના દિવસે જ કડવા ચોથનો તહેવાર હતો, જેથી ડીડીસીએના ઉપાધ્યક્ષ સીકે ખન્નાએ બીસીસીઆઈના સચિવ અજય શિર્કેને પત્ર વિનંતી કરી હતી કે ‘કડવા ચોથ’વ્રતના કારણે મેચની ટિકિટોના વેચાણ ઉપર અસર પડી શકે છે. આ ઉપરાંત બીજી ઘણી વ્યવહારિક મુશ્કેલીઓ આવી શકે છે.
કયા ક્રિકેટર્સની વાઇફ મનાવશે કડવા ચોથ
- ઘણા ક્રિકેટર્સની વાઇફ કડવા ચોથના દિવસે પતિના લાંબા આયુષ્ય માટે ફાસ્ટ રાખે છે.
- નોર્થ ઇન્ડિયામાં આ તહેવારનો ઘણો ક્રેઝ હોય છે.
- હરભજનની વાઇફ ગીતા બસરા ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ તહેવાર મનાવશે.
- સુરેશ રૈનાની વાઇફ પ્રિયંકાએ પણ ગત વર્ષે કડવા ચોથ વ્રત રાખ્યું હતું.
- લગ્ન પછી રોહિત શર્માની વાઇફ રિતિકાનું પ્રથમ કડવા ચોથ વ્રત હશે.
- યુવરાજની ફિયાન્સી હેઝલ કીચ પણ આ દિવસે ફાસ્ટ રાખી શકે છે.
- ઇશાંત શર્માની ફિયાન્સી પ્રતિમા સિંહ પણ ફાસ્ટ રાખી શકે છે.
- ઉમેશ યાદવની વાઇફ તાન્યા દર વર્ષે આ તહેવાર સેલિબ્રેટ કરે છે.
આગળની સ્લાઇડ્સમાં તસવીરોમાં જુઓ, કયા ક્રિકેટર્સની વાઇફ કરી શકે છે કડવા ચોથનું સેલિબ્રેશન.......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો