• Gujarati News
  • BCCI Secretary Allowed Anushka Sharma To Stay With Virat Kohli

કોહલી-અનુષ્કાને સાથે રહેવા દેવામાં બીસીસીઆઈના સેક્રેટરીનો હાથ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો : ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા.)
નવી દિલ્હી : ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી માટે બીસીસીઆઈએ એક નવો ચીલો ચીતર્યો હતો. ઇંગ્લેન્ડ પ્રવાસમાં વિરાટને ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે હોટલ શેર કરવા માટે બોર્ડે પરમિશન આપી હતી. એક અખબારના જણાવ્યા પ્રમાણે અનુષ્કા શર્માને વિરાટ કોહલી સાથે રહેવાની મંજુરી આપવા પાછળ બીસીસીઆઈના સેક્રેટરી સંજય પટેલનો હાથ છે.
બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખેલાડીઓને પોતાની પત્ની સાથે લઈ જવાની મંજુરી આપી હતી પણ વિરાટ કોહલી માટે થોડા નિયમો બદલ્યા હતા. જોકે ઇંગ્લેન્ડ પ્રવાસમાં કોહલી ફેલ જતા દાવ ઉંધો પડ્યો છે. અનુષ્કાના સંગાથના કારણે જ કોહલીની રમત ઉપર અસર પડી છે તેવું એક વર્ગ માની રહ્યો છે.

સંજય પટેલે મેનજમેન્ટ સાથી કરી હતી વાત
આ મુદ્દે અખબાર ‘મેલ ટુડે’ સાથેની વાતચીતમાં બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએએ જણાવ્યું હતું કે, ‘‘સેક્રેટરી સંજય પટેલે ઇંગ્લેન્ડ પ્રવાસમાં મેનેજમેન્ટ સાથે વાત કરીને વિરાટ કોહલીને અનુષ્કા શર્માને સાથે લઈ જવાની મંજુરી આપી હતી. ભારતીય ખેલાડીઓને પોતાની પત્નીને સાથે લઈ જવાની મંજુરી હતી પણ વિરાટે બોર્ડને વિનંતી કરી હતી કે અનુષ્કાને સાથે લઈ જવાની મંજુરી મળે. મેનેજમેન્ટ આ માંગણીને લઈને મૂંઝવણમાં હતુ, આ સમયે સંજય પટેલે મેનેજમેન્ટને ફોન કર્યો હતો અને વિરાટની વાત માનવા કહ્યું હતું.’’
બીજા કેટલાક બોર્ડના અધિકારીઓના મતે મેનેજર સુનીલ દેવએ આ મામલો પોતાના રિપોર્ટમાં સામેલ કરવો જોઈએ. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીના મતે મને લાગે છે કે વિરાટ દિલ્હીનો છે તેથી તે આ મામલાને દબાવશે નહી. હું પણ ઇચ્છું છું કે આ મામલાને મેનેજર પોતાના રિપોર્ટમા સામેલ કરે, જોકે અંતિમ નિર્ણય તેમને કરવાનો છે.
કોહલીએ ફક્ત 134 રન બનાવ્યા

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા દરેક યુવા ક્રિકેટર વિરાટ કોહલી જેવો બનવા માંગતો હતા પણ ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી બાદ સમય બદલાઈ ગયો છે. કોહલી ઇંગ્લેન્ડ સામેની 10 ઇનિંગ્સમાં ફક્ત 134 રન બનાવી શક્યો હતો. જેના કારણે કોહલીની ચારેબાજુથી ટિકા થઈ રહી છે. ટ્વિટર અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયામાં પણ કોહલી અને અનુષ્કા શર્માની મજાક ઉડાડવામાં આવી હતી.
આગળ ક્લિક કરો અને જુઓ, ભારતીય ક્રિકેટરોની પત્નીઓ...