તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCCIને દુનિયા હવે બરબાદ ગણી રહી છે, જાણો અનુરાગ ઠાકુરે કેમ બોલ્યા આમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયપુર : આઇસીસી તથા બીસીસીઆઇ વચ્ચેનો વિવાદ વધી ગયો છે. મુદ્દો પૈસાથી લઇને વર્ચસ્વનો છે. બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે મામલા પર પહેલી વખત કંઇક કહ્યું છે. અનુરાગ બોર્ડના ઘટતા કદ પાછળ લોઢા સમિતિની ભલામણોને જવાબદાર માની રહ્યા છે. તેમનો દાવો છે કે ભલામણોના કારણે આઇસીસી આંખો બતાવી રહી છે. દુનિયા ભરના જે દેશ ગઇકાલ સુધી આપણી વાતો સાંભળ‌ીને નીતિઓ ઘડતા હતા તે આજે કહી રહ્યા છે કે ભારતીય બોર્ડ તો બરબાદ થઇ ગયું છે...! હવે તેમનું કેમ સાંભળીએ અને બધુ ત્યારે થઇ રહ્યું છે જ્યારે આઇસીસીના ચેરમેન ભારતીય છે. ભાસ્કરે અનુરાગ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી.

ભારતીય બોર્ડ લોઢા કમિટીનું પરિણામ ભોગવી રહ્યું છે - અનુરાગ
સવાલ - બીસીસીઆઇ લોઢા કમિટીના રિપોર્ટ અંગે આટલું નારાજ કેમ છે?
જવાબ - તેમનીભલામણો પર અમને ભારે આપત્તિઓ છે. તમે વન સ્ટેટ વન બોર્ડને લઇ લો. લોઢા કમિટિએ કહ્યું કે 3 વર્ષના કાર્યકાળ બાદ 3 વર્ષનો બ્રેક. અમે તો પહેલી વખત સાંભળ્યું છે કે કોઇ સંગઠનમાં આવું થાય છે. એનાથી તો બોર્ડમાં નેતૃત્વની ક્ષમતા પૂરી થઇ જશે.
સવાલ - નુકસાન શું થઇ જશે ?
જવાબ - ક્રિકેટનીદુનિયામાં આજે ગ્લોબલ લીડરનારૂપમાં ભારતનું વર્ચસ્વ છે. ભલામણોથી તે પણ પૂરું થઇ જશે. શું ક્યારેય એવું બને છે કે કોઇ 3 વર્ષ માટે આઇએએસ ઓફિસર બને અને ત્યાર બાદ 3 વર્ષ માટે કૂલિંગ ઓફ પીરિયડ લઇ લે. જુઓ લીડરશીપ વર્ષોના અનુભવ બાદ ઉભી થાય છે. ત્યારે દુનિયા તેને રેકોક્નાઇઝ્ડ કરે છે.

સવાલ - શું લોઢા કમિટીનો રિપોર્ટ રાજ્ય સંઘો પર લાગુ થશે?
જવાબ - રાજ્યો માટે નથી. પહેલા બીસીસીઆઇ માટે છે. બોર્ડે તેને પડકાર્યું છે.
સવાલ - કમિટીએ 15 નવે. સુધી ચૂંટણી કરાવવા માટે કહ્યું છે થઇ જશે?
જવાબ - તમામ મુદ્દા પર વાત કરવા માટે બીસીસીઆઇની એજીએમ 21મી સપ્ટેમ્બરે મુંબઇમાં યોજાશે. બોર્ડ તે સમયે નિર્ણય લેશે કે શું કરવું છે. તેની સાથે લોઢા કમિટીની ભલામણોને પડકારવાની રિવ્યુ પિટિશન અમે નોંધાવી દીધી છે. જસ્ટિસ કાટજૂએ પણ વિસ્તૃત ફિડબેક આપ્યો છે.
સવાલ - રાજસ્થાન એસો. સસ્પેન્ડ છે, શું 15 નવેમ્બરે ત્યાં ચૂંટણી થશે?
જવાબ - નહીં.બોર્ડનો જૂનો નિર્ણય છે કે જો લલિત મોદી અધ્યક્ષ છે તો આરસીએ સસ્પેન્ડ રહેશે.
સવાલ - ચર્ચા છે કે લલિતનો પુત્ર આરસીએ ચૂંટણી લડશે. એવું થયું તો બોર્ડનું વલણ શું રહેશે?
જવાબ - અંગે કોઇ જાણકારી નથી. જ્યારે એવો સમય આવશે તે વખતે બોર્ડ નિર્ણય કરશે.
સવાલ - રાજસ્થાનમાં આઇપીએલ તથા આંતરરાષ્ટ્રીય મેચ બંધ છે...
જવાબ - બોર્ડ રાજસ્થાનનું નુકસાન ઇચ્છતું નથી. પણ આરસીએએ નક્કી કરવાનું છે કે તે પોતાના બોર્ડ કે જેની સાથે એફિલિએશન છે. તેની વિરુદ્ધ નિર્ણય લેશે તો પ્રદેશનું નુકસાન થશે. તે ભૂલ સુધારે. રાજસ્થાન વખતે ફરીથી આંતરરાષ્ટ્રીય મેચ તથા આઇપીએલનું આયોજન કરે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, બીસીસીઆઈ વિશે શું કહ્યું આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો