તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BCCI Chief S Anurag Thakur Slams Sandip Patil For Spilling Beans About Sachin, Dhoni

સચિનની વિશે કરેલા પાટીલના નિવેદનથી BCCI નારાજ, કહ્યું વિશ્વાસ તોડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : સચિન તેંડુલકરની નિવૃત્તિ વિશે ખુલાસો કરવાનું સિલેક્શન કમિટીના પૂર્વ ચીફ સંદિપ પાટીલને ભારે પડે તેવી શક્યતા છે. બીસીસીઆઈના દરવાજા તેની માટે હંમેશા બંધ થઈ જઈ શકે છે. બોર્ડના ચીફ અનુરાગ ઠાકુરે પાટીલના નિદેવનની ટીકા કરી હતી. અનુરાગે કહ્યું હતું કે, ધોની અને સચિન વિશે કોન્ફિડેન્શિયયલ વાતોનો ખુલાસો કરવો અનૈતિક છે. આ મામલે બોર્ડના 'યોગ્ય' અધિકારીઓ પાટીલ સાથે વાત કરશે.’
બીજું શું કહ્યું અનુરાગ ઠાકુરે
- ન્યૂઝ એજન્સીના મતે ઠાકુરે કહ્યું હતું કે, ‘સિલેક્શન કમિટીના પૂર્વ ચેરમેન હોવાના કારણે પાટીલે આવું નિવેદન કરવું જોઈએ નહીં.’
- ‘જ્યારે પાટીલ ચેરમેન હતા ત્યારે આ સવાલ પર બીજા જવાબો આપ્યા હતા, પણ કાર્યકાળ ખતમ થતા જે નિવેદન આપ્યું છે તે અલગ છે. આ એકદમ અનૈતિક છે.’
- શું બોર્ડ પાટીલ સામે કાર્યવાહી કરશે તેવા સવાલના જવાબમાં ઠાકુરે કહ્યું હતું કે, બોર્ડના 'યોગ્ય' અધિકારીઓ ટૂંક સમયમાં પાટીલ સાથે વાત કરશે.
- પાટીલે વિશ્વાસ તોડ્યો છે અને હવે તેને હાયર કરતા પહેલા 10 વખત વિચાર કરવો પડશે.
- પાટીલ સિવાય અન્ય ચાર સિલેક્ટર્સ તો આ મુદ્દે કશું બોલ્યા ન હતા. પાટીલે આવા નિવેદનથી બચવું જોઈતું હતું
હવે વિશ્વાસ કરવો મુશ્કેલ
ઠાકુરે કહ્યું હતું કે, ‘ કોઈપણ સિલેક્ટર્સે અનૈતિક અને વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરવાથી બચવું જોઈએ.’
- ‘પાટીલના આ ખુલાસાથી ભવિષ્યમાં તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.’
- ઉલ્લેખનિય છે કે પાટીલનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં સમાપ્ત થયો હતો.
- આ પછી ધોની અને સચિન વિશે ખુલાસો કર્યો હતો.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, પાટીલે શું કહ્યું હતું સચિનની નિવૃત્તિ વિશે......
અન્ય સમાચારો પણ છે...