તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિ શાસ્ત્રી બન્યા ભારતીય ટીમના નવા હેડ કોચ, CACએ કરી પસંદગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયાના નવા કોચ તરીકે વરણી કરી લેવામાં આવી છે.  જ્યારે ભૂતપૂર્વ પેસ બોલર ઝહીર ખાનની બોલિંગ કોચ તરીકે નિમણૂક કરાઈ છે. મુંબઈના ક્રિકેટ સેન્ટર ખાતે આયોજિત ઇન્ટરવ્યૂના એક દિવસ બાદ બીસીસીઆઈએ શાસ્ત્રીના નામની જાહેરાત કરી હતી. ટીમ ઇન્ડિયાનો સુકાની વિરાટ કોહલી પહેલાથી જ શાસ્ત્રીના નામની તરફેણ કરતો હતો. વીરેન્દ્ર સેહવાગ, ટૉમ મૂડી, રિચર્ડ પાયબસ અને લાલચંદ રાજપૂતે પણ સૌરવ ગાંગુલી, સચિન તેન્ડુલકર અને વીવીએસ લક્ષ્મણની સમિતિ સામે સોમવારે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. 2014થી 2016 સુધી ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટર પદે પણ શાસ્ત્રીએ સેવા આપી છે. શાસ્ત્રી  2019ના વર્લ્ડ કપ સુધી કોચ રહેશે.

રવિ શાસ્ત્રીએ ફેબ્રુઆરી 1981માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે મેચમાં તે 10મા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો પણ પોતાના ધૈર્યના જોરે તે 18 મહિનામાં જ ઓપનર બની ગયો હતો. શાસ્ત્રીએ ક્રિકેટર તરીકે કારકિર્દી સમાપ્ત થવાના 25 વર્ષ બાદ ફરી ધૈર્યનો પરચો આપ્યો છે. ગયા વર્ષે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચનું પદ અનિલ કુંબલેના હાથે ગુમાવ્યા બાદ 12 મહિનામાં જ તેમણે ફરીવાર આ પદ મેળવી બતાવ્યું છે.

COAના દબાણમાં જાહેરાત
સલાહકાર સમિતિએ સોમવારે ઇન્ટરવ્યૂ બાદ નામની જાહેરાત ટાળી દીધી હતી. સમિતિના સભ્ય સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે સુકાની વિરાટ કોહલી સાથે વાતચીત બાદ જ કોચના નામની જાહેરાત કરવામાં આવશે. પણ સૂત્રોના અનુસાર સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત વહીવટકર્તાઓની સમિતિએ બોર્ડને મંગળવારે જ કોચના નામની જાહેરાત કરવા કહ્યું હતું. તે બાદ શાસ્ત્રીના નામની જાહેરાત કરાઇ હતી.
 
કોચ પદ માટે યોજાયા હતા ઇન્ટરવ્યૂ
 
- ભારતીય ટીમના હેડ કોચ માટે યોજાયેલા ઇન્ટરવ્યૂ દરમિયાન બીસીસીઆઇ ક્રિકેટ સલાહકાર સમિતીના બે સભ્ય સૌરવ ગાંગુલી તેમજ વીવીએસ લક્ષ્મણ હાજર હતા જ્યારે ત્રીજો સભ્ય સચિન તેંડુલકર સ્કાઇપ દ્વારા લંડનથી જોડાયો હતો.
- આ સમિતીએ છ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. હવે આ સમિતી બેઠક કરીને આ દાવેદારોની સમીક્ષા કરશે.
-  આ ઉમેદવારોમાં વિરેન્દ્ર સેહવાગનો 2 કલાક સુધી ઇન્ટરવ્યૂ ચાલ્યો હતો. સાથે જ રવિ શાસ્ત્રી, ટોમ મૂડી, લાલચંદ રાજપૂત, રિચર્ડ પાયબસે પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
 
- અત્યાર સુધી હેડ કોચ પદ માટે બીસીસીઆઇને 10 અરજી મળી હતી જેમાં રવિ શાસ્ત્રી, વિરેન્દ્ર સેહવાગ, ટોમ મૂડી, રિચર્ડ પાયબસ, ડોડા ગણેશ, લાલચંદ રાજપૂત, લાન્સ ક્લૂઝનર, રાકેશ શર્મા (ઓમાન નેશનલ ટીમના કોચ), ફિલ સિમન્સ અને ઉપેન્દ્ર બ્રમ્હચારી (એન્જિનિયર, ક્રિકેટનું બેકગ્રાઉન્ડ નથી) શામેલ છે.
- CAC આ 10માંથી 6ના નામ શોર્ટ લીસ્ટ કર્યા હતા. 6 લોકોમાં રવિ શાસ્ત્રી, વિરેન્દ્ર સેહવાગ, ટોમ મૂડી, સિમન્સ, પાયબસ અને લાલચંદ રાજપૂતનું નામ શામેલ હતું.
- વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરિઝ પહેલા કેપ્ટન વિરાટ કોહલી સાથે ટકરાવને કારણે અનિલ કુંબલેના રાજીનામા બાદથી આ પદ ખાલી છે.
- નવા કોચ સાથે બે વર્ષનો કરાર કરવામાં આવશે. શરૂઆતમાં શાસ્ત્રીએ આ પદ માટે અરજી નહતી કરી પરંતુ જ્યારે બીસીસીઆઇએ અરજી સ્વીકારવાની તારીખ 9 જુલાઇ સુધી વધારી દીધી ત્યારે તેને આ પદ માટે અરજી કરી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, ટીમ ડાયરેક્ટર તરીકે રવિ શાસ્ત્રીનો રેકોર્ડ કેવો હતો...
અન્ય સમાચારો પણ છે...