સુકાની ધોનીનો વિરોધ કરનારા અમરનાથની થશે હકાલપટ્ટી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે સતત 8 ટેસ્ટ મેચ હાર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની પાસેથી સુકાની પદ આંચકી લઈને વીરેન્દ્ર સેહવાગને આપવાને લઈને મુખ્ય પસંદગીકાર શ્રીકાંત સાથે બાખડનારા બીસીસીઆઈની પસંદગી સમિતિના સભ્ય મોહિન્દર અમરનાથ (નોર્થ ઝોન)ની ખુરશી પર તલવાર લટકી રહી છે.

ગુરૂવારના રોજ બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય બેઠક છે, જેમાં પસંદગી સમિતિના બંધારણ પર વિચાર કરવામાં આવશે. વર્તમાન સમયમાં પસંદગી સમિતિના ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે.

બીસીસીઆઈના નિયમો અંતર્ગત પસંદગી સમિતિના ચાર સભ્યો શ્રીકાંત (સાઉથ ઝોન), નરેન્દ્ર હિરવાણી (સેન્ટ્રલ ઝોન) રાજા વેંકટ (ઈસ્ટ ઝોન) અને સુરેન્દ્ર ભાવે (વેસ્ટ ઝોન)નો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. તેમના કાર્યકાળને આગળ વધારી શકાશે નહીં.

સમિતિમાં સામેલ અમરનાથ જ એક એવા સભ્ય છે જેમને હજી એક વર્ષ જ પૂરૂ થયું છે. તેમનો કાર્યકાળ આગળ વધવાની સંભાવનાઓ છે.

ડોપ ટેસ્ટ પર ઉશ્કેરાયો યુવરાજ, સેહવાગની ફિટનેસ પર સવાલ
સચિનની સલાહ, ધોનીના એક નિર્ણયે રચ્યો ઈતિહાસ
ગંભીરે કરી મજાક, સામે આવ્યું ટીમ ઈન્ડિયાનું SECRET
T-20 WC: સુપર-8માં સહેલી નહીં હોય ધોનીની સફર
પઠાણને લઈને ધોનીએ કર્યો અખતરો, લોકોને થયું આશ્ચર્ય
ધોનીએ અંગ્રેજોને લીધા સકંજામાં, બ્રોડની કારકિર્દીને લાગ્યો કાળો ડાઘ