તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Batsmen Who Can Break Ab De Villiers Fastest Century World Record

ડી વિલિયર્સ ઉપરાંત આ બેટ્સમેનો તોડી શકે છે તેનો વર્લ્ડ રેકોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(એબી ડી વિલિયર્સ.)
જોહાનિસબર્ગ : એક જાન્યુઆરી, 2014ના રોજ જ્યારે ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસને શાહિદી આફ્રિદીનો 37 બોલમાં સદીનો રેકોર્ડ તોડ્યો હતો, તે સમયે ક્રિકેટ પંડિતોના મતે આ રેકોર્ડ હવે હાલ તુટશે નહી તેવી ભવિષ્યવાણી કરી હતી. જોકે રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડેમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડી વિલિયર્સે 31 બોલમાં 100 રન ફટકારી એન્ડરસનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ 1 વર્ષ અને 17 દિવસની અંદર જ તુટી ગયો છે.

રેકોર્ડ 16 સિક્સરો
ડી વિલિયર્સે પોતાની ઇનિંગ્સમાં 16 સિક્સરો ફટકારી હતી. તેણે વેસ્ટ ઇન્ડીઝના બધા બોલરોની ધોલાઈ કરી હતી. આઉટ થયો ત્યારે તેણે 44 બોલમાં 16 સિક્સર અને 9 ફોર સાથે 149 રન બનાવ્યા હતા. આ સાથે જ એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સરો ફટકારવાના મામલે રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે.
આ નવો રેકોર્ડ બનતા ફરી એક ચર્ચા શરૂ થઈ છે કે ડી વિલિયર્સનો આ રેકોર્ડ કોણ તોડવા સક્ષમ છે. સૌથી પહેલા તો ડી વિલિયર્સનું જ નામ આવે છે, જે હાલ વન-ડેમાં ફોર્મેટમાં સૌથી આક્રમક બેટ્સમેન છે. ડી વિલિયર્સ ઉપરાંત બીજા ક્રિકેટરો પણ છે કે જે આ રેકોર્ડ તોડવાની તાકાત ધરાવે છે.
વાંચો - ડી વિલિયર્સ જ નહી, આ 10 બેટ્સમેનો પણ બોલરો માટે બન્યા હતા કાળ

આગળ ક્લિક કરો અને જાણો, ડી વિલિયર્સ ઉપરાંત કયા બેટ્સમેનો આ રેકોર્ડ તોડવા છે સક્ષમ