તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજી પત્નીની પ્રાઇવેટ તસવીરો થઇ હતી લીક, હવે ખરાબ રીતે ફસાયો આ ક્રિકેટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: બાંગ્લાદેશી ક્રિકેટર અરાફત સની પોતાના બીજા લગ્નને કારણે ખરાબ રીતે ફસાઇ ગયો છે, તેની બીજી પત્ની નસરીને કહ્યું કે અરાફતે તેને પોતાના પ્રથમ લગ્ન વિશે નહતું જણાવ્યું અને તેને તે વાત છુપાવી કે તેને પહેલાથી લગ્ન કરેલા છે. મહત્વપૂર્ણ છે કે અરાફતે પોતાની બીજી પત્ની નસરીનની પ્રાઇવેટ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જે બાદ નસરીને તેની પર કેસ કર્યો હતો.
 
રદ થયા હતા જામીન
 
- અરાફતને ઢાકા કોર્ટના જજ કમરૂલ હસન મૌલાએ જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે, તેની પર પ્રથમ પત્નીના દહેજ મામલે ટ્રાયલ ચાલી રહી છે અને તેની પર હવે બીજી પત્નીને પ્રથમ લગ્ન વિશે ન જણાવવાનો આરોપ છે. આ આરોપો બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તેની પર આજીવન પ્રતિબંધ લગાવી શકે છે.
 
બન્ને પત્નીને સાથે રાખવા માંગતો હતો
 
- ડાબા હાથના સ્પિનર અરાફતની નસરીનની ફરિયાદ બાદ 22 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ આગળ ચાલ્યો ત્યારે માલુમ પડ્યુ કે અરાફતે પહેલાથી લગ્ન કરેલા છે.
- વકીલે જણાવ્યું કે અરાફત નસરીનને બીજી પત્નીના રૂપમાં રાખવા માંગતો હતો અને તેને તેની માટે એક ફ્લેટ પણ ખરીદ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...