બાંગ્લાદેશી બોલરના હાથમાં ધોનીનું ધડ વગરનું માથું, ફોટો થયો વાયરલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટર રવિ શાસ્ત્રી ધોની અને બાંગ્લાદેશી બોલર તસ્કીન અહમદની વિવાદાસ્પદ ફોટોશોપ ઇમેજ ઉપર પુછેલા સવાલ ઉપર ગુસ્સે ભરાયા હતા. શાસ્ત્રીએ કહ્યું હતું કે અમે આ બધી વાતો ઉપર ધ્યાન આપતા નથી, ફક્ત ક્રિકેટ રમીએ છીએ. ઉલ્લેખનિય છે કે બાંગ્લાદેશમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાંગ્લાદેશના બોલરના હાથમાં ધોનીનું ધડ વગરનું માથું છે. 6 માર્ચને રવિવારનો રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ રમાવાની છે.
Related Placeholder
શું કહ્યું રવિ શાસ્ત્રીએ
- શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘‘હું પેપર-વેપર વાંચતો નથી, અમે ફક્ત ક્રિકેટ રમીએ છીએ.’’
- પેપર તમે જ વાંચો. અમારું કામ રમવાનું છે, રમવાના સમયે હું અખબાર વાંચતો નથી.
સોશિયલ મીડિયામાં ગુસ્સે ભરાયો ભારતીય પ્રશંસકો
- આ ફોટોને કારણે સોશિયલ મીડિયામાં ભારતીય પ્રશંસકો ગુસ્સે ભરાયા છે.
- એક ભારતીય પ્રશંસકે તસ્કીનને આઈએસઆઈએસનો આતંકી ગણાવ્યો હતો.
2015માં એડ દ્રારા ભારતની ઉડાવી હતી મજાક

- 2015માં ભારતની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે ગઈ હતી. તે સમયે ભારત વિરોધી એડ ‘બંબૂ ઈઝ ઓન, બંબૂ ઈઝ ઓન’ બહાર આવી હતી.
- જેમાં ગાળો સાથે ટીમ ઇન્ડિયાની મજાક ઉડાવી હતી.
- જેમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં જ પાકિસ્તાનનો બાંગ્લાદેશ સામે કારમો પરાજય થયો છે, આ જ રીતે ભારતને પણ બાંગ્લાદેશ હરાવશે.
- વર્લ્ડકપ-2015 દરમિયાન ચાલેલા ‘મૌકા-મૌકા’ એડની જેમ આમાં વીડિયો હતો.

ભારતના પરાજય બાદ છાપી હતી વિવાદાસ્પદ એડ

- 2015ની શ્રેણીમાં ભારતનો 1-2થી પરાજય થયો હતો.
- આ પરાજય બાદ બાંગ્લાદેશી ન્યૂઝ પેપર ‘પ્રોથોમ આલો’માં ભારતીય પ્લેયરોનું અપમાન કરવામાં આવ્યું હતું.
- જેમાં ધોની સહિત ભારતના 7 ખેલાડીઓના અડધા ભાગમાં મૂંડન કરેલા બતાવવામાં આવ્યા હતા.
- અખબારની આ હરકત પછી ઘણો વિવાદ થયો હતો, જેથી ન્યૂઝ પેપરે માંફી માંગવી પડી હતી.
આગળની સ્લાઈડ્સ માં વાંચો , આ પહેલા પણ બાંગ્લાદેશે જાહેરાત દ્વારા ઉડાવી હતી ભારતની મજાક........