• Gujarati News
  • Shiv Sena Chief Bala Saheb Thackeray Second Death Anniversary News

બાલા સાહેબ ઠાકરેએ સચિનને આપી હતી ચેતવણી, રાજનિતીની પીચ ઉપર ન રમતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો : એક ઇવેન્ટ દરમિયાન સચિન તેંડુલકર અને બાલા સાહેબ ઠાકરે.)
મુંબઈ : શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની આજે બીજી પૂણ્યતિથી છે. આ પ્રંસંગે સચિન સાથે જોડાયેલી એક વાત તમને જણાવી રહ્યા છીએ. એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારના સવાલના જવાબમાં સચિન તેંડુલકરે કહ્યું હતું કે મુંબઈ બધા ભારતીયોની છે. સચિનની આ વાત શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલા સાહેબ ઠાકરે પાસે પહોંચી તો તે ક્રોધિત થઈ ગયા હતા. તેમણે સચિનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સચિન એક ક્રિકેટર છે અને તેણે આવું નિવેદન કરવુ જોઈએ નહી. આ પછી જ્યારે સચિનને રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ બાળ ઠાકરેએ સચિનની ચેતવણી આપી હતી કે ‘ક્યારેય રાજનિતીની પીચ ઉપર ન રમતો. તુ એક ખેલાડી છે.’
સચિનનું સન્માન થયું રદ
આ વાત એ સમયની છે જ્યારે સચિન તેંડુલકરની લોકપ્રિયતા સાતમાં આસમાને હતી. આ દરમિયાન મુંબઈ મહાનગર પાલિકાએ સચિનના સન્માનનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ સમયે મુંબઈ મ.પા.માં શિવસેનાની સરકાર હતી. આ પ્રસ્તાવ માટે જ્યારે સચિન પાસે સચિન માંગ્યો હતો તો તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. એવું માનવામાં આવતું હતું કે બાલા સાહેબ ઠાકરેએ વિરોધ કરતા સચિનને પસંદ પડ્યું ન હતું. જેથી આ કાર્યક્રમને સમય આપ્યો ન હતો.
બાલા સાહેબ ઠાકરેના નિધન ઉપર ક્રિકેટ ટીમમાં હતો શોક
જ્યારે બાલા સાહેબ ઠાકરેનું નિધન થયું હતું ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ પણ ગમમાં ડુબી ગઈ હતી. આ સમયે ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી અને અમદાવાદમાં મેચ હતી. આ સમયે સચિને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમ તરફથી દુખ વ્યક્ત કર્યું હતું.
આગળ ક્લિક કરો અને જુઓ, સચિનની બાલા સાહેબ ઠાકરે સાથેની ખાસ તસવીરો..